લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત રાજકીય પક્ષો તેમજ ઉમેદવારો દ્વારા ચૂંટણી દરમિયાન કરવામાં આવનાર તમામ ખર્ચ અંગે નોડલ ઓફિસર એક્ષપેન્ડીચર અને જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહે ચૂંટણી ખર્ચ સબંધી તમામ ટીમોને સુચારૂ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આજરોજ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ માટે નિયુક્ત કરાયેલી તમામ ટીમોની બીજી તાલીમ જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઈ હતી.
આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન મતદારોને કોઈપણ જાતના પ્રલોભન ન અપાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે. ન્યાયી અને મુક્ત વાતાવરણમાં ચૂંટણી પારદર્શક રીતે યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટીબધ્ધ છે. નોડલ ઓફિસર ખર્ચ અને જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહે તાલીમ દરમિયાન જણાવ્યું હતું કે રાજકીય પક્ષો અથવા કોઈ ઉમેદવાર મતદારોને લલચાવવાનો પ્રયાસ કરે તેમજ પ્રચાર દરમિયાન કરવામાં આવતો તમામ ખર્ચ વિવિધ ટીમો દ્વારા નોંધવામાં આવતો હોય છે. ત્યારે સાચો હિસાબ રાખવો અત્યંત જરૂરી છે. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારને રૂ.95 લાખના ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે.જેથી રેલીમાં ઉપયોગમાં લેવાતા તમામ વાહનો, મંડપ, ખુરશીઓ, કુલ બુકે, હાર, ભોજન, ચા-નાસ્તો, વિડિયોગ્રાફી, ફોટોગ્રાફી વિગેરે તમામ ખર્ચના ભાવો નક્કી કરવામાં આવ્યા છે.


.png)