સુપ્રીમ કોર્ટે દિલ્હીના કથિત લિકર પોલિસી કૌભાંડ સંબંધીત મની લોન્ડ્રિંગ કેસ (Money Laundering Case)માં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને જામીન આપ્યા છે. તેઓ છ મહિનાથી તિહાડ તેલમાં બંધ હતા. કોર્ટમાં દલીલ દરમિયાન ઈડીએ તેમના જામીનનો પણ વિરોધ કર્યો નથી. સંજય સિંહને જામીન (Sanjay Singh Bail) મળ્યા બાદ પત્ની અનીતા સિંહે (Anita Singh)એ ખુશી વ્યક્ત કરી કહ્યું કે, તેમના ત્રણે ભાઈ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal), મનીષ સિસોદિયા (Manish Sisodia) અને સત્યેન્દ્ર જૈન (Satyendar Jain) પણ વહેલીતકે બહાર આવી જશે.

‘કેજરીવાલ, મનીષ, સત્યેન્દ્ર પણ બહાર આવશે’
અનીતા સિંહે કહ્યું કે, ‘હું ખૂબ જ ખુશ છું. સત્યની જીત થઈ છે. સંજય સિંહ પર ખોટા આરોપો લગાવાયા હતા. અમારા ત્રણ ભાઈ અરવિંદ, મનીષ અને સત્યેન્દ્ર પણ બહાર આવશે. બજરંગ બલીની કૃપા થઈ છે. સંજય સિંહ તમામનો આભાર વ્યક્ત કરે છે. હજુ આ લડાઈ લાંબી ચાલશે. આજે ખુશીનો દિવસ છે, પરંતુ જ્યાં સુધી અમારા ત્રણેય ભાઈ કેજરીવાલ, મનીષ અને સત્યેન્દ્ર બહાર નહીં આવે, ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રાખીશું. ખુશીનો પણ માહોલ છે, પરંતુ અમારા ત્રણ ભાઈ જેલમાં બંધ હોવાથી દુઃખ પણ છે. જ્યાં સુધી તેઓ બહાર નહીં આવે, ત્યાં સુધી હું સંપૂર્ણ ખુશી વ્યક્ત નહીં કરું. ત્યાં સુધી કોઈપણ ઉજવણી નહીં થાય.’


.png)