વ્યારા તાલુકાનાં આંબીયા ગામે સઠવાડ ફળીયામાં રહેતા હિતેશભાઇ સેવાભાઇ ચૌધરી (ઉ.વ.૨૪)નું તા.24/3/2024 ના રોજ સાંજે ૬થી તા.31/3/2024ના રોજ રાત્રીનાં તેના જ ગામે આવેલ સ્ટોન કવોરીના પાણીમાં તેની લાશ જોવા મળતા ગ્રામજનો દ્વારા વ્યારા પોલીસને સંપર્ક કર્યો હતો.
વ્યારા પોલીસ દ્વારા ઘટના સ્થળે આવી મૃતક હિતેશભાઈની લાશ પાણીમાંથી બહાર કાઢી અને કોઇ અગમ્ય કારણસર ડૂબી જવાથી મોત નિપજ્યુ હોવાનું પોલીસ ચોપડે નોંધાયુ છે. જે બનાવ અંગે સુમિત્રાબેન ની ફરિયાદના આધારે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ સુપડિયા ભાઈએ હાથ ધરી છે.



.png)