કૂકરમુંડાના ચોખીઆમલી ગામ ખાતે હોળીના પર્વ નિમિત્તે આદિવાસી સમાજનું ડિંડણ યાહા ગેરૈયા નૃત્યનું આયોજન કરાયું

0
કૂકરમુંડાના ચોખીઆમલી ગામ ખાતે હોળીના પર્વ નિમિત્તે આદિવાસી સમાજનું ડિંડણ યાહા ગેરૈયા નૃત્યનું આયોજન કરાયું. આદિવાસી સમાજમાં વર્ષો પહેલાંથી ચાલી આવેલ પરંપરા મુજબની ડિંડણ ગૈરીયા નૃત્ય નિહાળવાં માનવ મેહરામણ ઉમટી હતી.



આદિવાસી સમાજમાં વર્ષો પહેલાંથી ચાલી આવેલ પરંપરા મુજબ હોળી પર્વ નિમિત્તે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ચોખીઆમલી ગામ ખાતે ડિંડણ યાહા ગૈરીયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી ડિંડણ યાહા ગૈરીયા નિહાળવા માટે હજારોની સંખ્યામાં લોકોઓ ઉમટી પડ્યા હતા.

વર્ષો પહેલાં રાજા રજવાડાના સમયથી હોળી પર્વ નિમિત્તે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવેલ સાતપુડા ગિરીમાળા વિસ્તારમાં વસવાટ કરનાર આદિવાસી સમાજ દ્વારા લોકોઓ ડિંડણ યાહા ગૈરીયા નૃત્યની શરૂઆત કરવામાં આવી હતી. જે આદિવાસી સમાજની પરંપરા ગત મુજબ ગુજરાત અને મહારાષ્ટ્રના ગામડામાં અલગ અલગ દિવસે ડિંડણ યાહા નૃત્ય કરી રહ્યા છે. જેમાં પ્રથમ ડિંડણ યાહા ગૈરીયા નૃત્યનો કાર્યક્રમનું આયોજન મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના આવેલ સોજદાન ગામે થાય છે. ત્યાર બાદ અન્ય ગામોમાં કરવામાં આવે છે.




આ ડિંડણ ગૈરીયા નૃત્યમાં 7 વર્ષના બાળકોથી લઇ મોટી ઉંમરના લોકોઓ જોડાતા હોય છે. આદિવાસી લોકો વર્ષોથી ચાલી આવેલ પરંપરા મુજબ સવા મહિના સુધી કડક સાધના કરતા હોય છે. બાળકો સહિત મોટી ઉંમરના લોકોઓ સ્ત્રીની વેશભુષા પહેરીને ચાંદીના ઘરેણાંથી સજ્જ થઇને ડિંડણ યાહા ગૈરીયા નૃત્ય કરતા હોય છે. જે તે સમયથી ચાલી આવેલ આદિવાસી સમાજની પરંપરા ગત મુજબ ડિંડણ યાહા ગૈરીયા નૃત્ય 24 મહિનામાં એકવાર કરવામાં આવે છે. ગત વર્ષ 2022માં ડિંડણ યાહા ગૈરીયા નૃત્યનું આયોજન થયું હતું. ત્યાર પછી બે વર્ષ બાદ 2024માં આયોજન કરવામાં આવેલ છે.

સ્થાનિક લોકોની માન્યતા પ્રમાણે વર્ષો પહેલાં મહામારી આવી હતી. જેથી આદિવાસી લોકોઓ દ્વારા જે તે સમયે ડિંડણ માતાની ઉપાસના કરીને હોળીના પર્વ પર ડિંડણ યાહા ગૈરીયા નૃત્યની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષોથી ચાલી આવેલ આદિવાસી સમાજની પરંપરા આજે પણ જોવા મળી રહી છે. હોળી પર્વ નિમિત્તે આદિવાસી સમાજના લોકોઓ સવા મહિનાની કડક સાધના કરીને ડિંડણ યાહા ગૈરીયા નૃત્ય કરતા હોય છે. જેમાં ખાસ કરીને ઉઘાડાં પગ રહેતા હોય છે. ડિંડણ યાહા ગૈરીયા નૃત્યમાં આશરે નવ-દસ વર્ષના બાળકો સહિત યુવાનો અને મોટી ઉંમરના લોકો પણ જોડાતા હોય છે. બાળકો સહિતના લોકોઓ કાળઢાળ ગરમીમાં ઉઘાડા પગે નૃત્ય કરતા હોય છે. આ ડિંડણ યાહા ગૈરીયા નૃત્ય દર બે વર્ષે આયોજન કરવામાં આવે છે અને તેમાં તેઓ શરીરની ચામડી બળી જાય તેવાં વાતાવરણમાં તેઓ નૃત્ય કરે છે. આ ડિંડણ યાહા ગૈરીયા નૃત્યને ભવિષ્યની પેઢીને વારસો આપવા આદિવાસી લોકો આ પરંપરાને ટકાવી રાખવા પ્રયત્ન કરી રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top