ચૂંટણીને કારણે બોર્ડર કડક ચેકિંગના પગલે બુટલેગરોએ ગુજરાતમાં ટ્રાન્સપોર્ટથી દારૂ સપ્લાય કરવાનું શરૂ કર્યું

0
લોકસભાની ચૂંટણીના પગલે ગુજરાત સાથે જોડાયેલા રાજ્યોની બોર્ડર આકરૂ ચેકિંગ શરૂ કરવામાં આવતા બુટલેગરોએ ટ્રાન્સપોર્ટથી દારૂ મોકલવાનું શરૂ કર્યું છે. પીસીબીના સ્ટાફે ગોમતીપુરમાં આવેલા ટ્રાન્સપોર્ટના ગોડાઉન પર બાતમીને આધારે દરોડો પાડીને દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. આ દારૂનો જથ્થામાં તમામ બોટલો બ્રાંડેડ હતી અને વિશેષ ઓર્ડર દિલ્હીથી પાર્સલમાં મોકલવામાં આવી હતી.





 આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આગામી લોકસભાની ચૂંટણીના અનુસધાનમાં ગુજરાત સાથે સંકળાયેલા રાજસ્થાન, મધ્યપ્રદેશ, દીવ, દમણ અને મહારાષ્ટ્રની બોર્ડર પરથી સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે બુટલેગરો ગુજરાતમાં દારૂ સપ્લાય કરી શકતા નથી. ત્યારેે બુટલેગરોએ દારૂ સપ્લાય કરવા માટે ટ્રાન્સપોર્ટમાં અન્ય કેમીકલ અને લીકવીડના નામે દારૂ મોકલવાનું શરૂ કર્યું છે. પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ સી ચૌધરીને બાતમી મળી હતી કે ગોમતીપુર કાળીદાસ મીલ કંપાઉન્ડમાં આવેલી એક ટન્સપોર્ટમાં પાર્સલમાં મોટા જથ્થામાં વિદેશી દારૂ લાવવામાં આવ્યો છે. જેના આધારે શુક્રવારે સાંજે પોલીસે દરોડા પાડીને તપાસ કરતા અલગ અલગ પાર્સલમાંથી ૨૭૨ જેટલી રૂપિયા સાડા ત્રણ લાખની કિંમતના વિદેશી દારૂની બોટલો મળી આવી ડ્ડ્ન્ બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલી બ્રાંડેડ દારૂની બોટલો ઉંચી કિંમતની હતી. જે દિલ્હીથી શિવ મોટર્સ મારફતે બુટલેગરે પાર્સલમા મોકલી હતી. જે નવરંગપુરા અને વડોદરા મોકલવાની હતી. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top