તાપી: ડોલવણના મેદાન ખાતે ગ્રામજનો દ્વારા સભા યોજાઈ, ગ્રામપંચાયત ને આવેદનપત્ર આપ્યું, ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

0
  • અનિચ્છનીય બનાવ નહિ બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
  • આક્રોશ રૂપે 10 દિવસ પરપ્રાંતીય દુકાનદારો ની દુકાનો બંધ કરાવવામાં આવી
  • પરપ્રાંતીય ઈસમોના રહેઠાણ બાબતે તેમજ અન્ય વિવિધ મુદ્દે આવેદનપત્ર આપી ગ્રામપંચાયત માં ઠરાવ કરવા માંગ કરાઈ
તાપી જિલ્લાના ડોલવણ ગામે પરપ્રાંતીય યુવક દ્વારા સ્થાનિક યુવક ની હત્યા કરવામાં આવી હતી જેના આક્રોશ રૂપે દસ દિવસ પરપ્રાંતીય દુકાનદારો ની દુકાનો બંધ કરાવવામાં આવી હતી બાદમાં આજે રવિવાર ના રોજ સભા યોજાઈ હતી જેમાં પરપ્રાંતીય ઈસમો ના રહેઠાણ બાબતે તેમજ અન્ય વિવિધ મુદ્દે આવેદનપત્ર આપી ગ્રામપંચાયત માં ઠરાવ કરવા માંગ કરાઈ હતી જેમાં સ્થાનિક આગેવાનો સહિત લોકો મોટી સંખ્યમાં હાજર રહ્યા હતા બનાવ ને લઈ કોઈ અનિચ્છનીય બનાવ નહિ બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

ડોલવણ. ચાર રસ્તા ખાતે એક પરપ્રાંતિય 19 વર્ષીય યુવક દ્વારા આદિવાસી યુવક અંકુર ચૌધરીની હત્યા કરવામાં આવી હતી. ત્યારે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. જે બાદ સ્થાનિકોએ સરપંચ સાથે મળીને દસ દિવસ સુધી પરપ્રાંતીઓની દુકાન બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. ત્યારે દસ દિવસ વીત્યા બાદ સ્થાનિકો ફરી આકરા પ્રહારે જોવા મળી રહ્યા છે. અને એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો અને ગ્રામ પંચાયતને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top