ડોલવણ હત્યામાં ઝડપાયેલા આરોપીના બે દિવસના રિમાન્ડ

0
  • પોલીસ દ્વારા આરોપી યુવકને ડોલવણ કોર્ટમાં રજૂ કર્યો હતો
  • 2 દીવસના રિમાન્ડ મંજૂર કર્યા 
  • પોલીસે પાંચ દિવસ બાદ પરપ્રાંતીય હત્યારાની અટક કરી હતી
ડોલવણ ચાર રસ્તા પાસે ચર્ચાના વિષય બનેલા 24 વર્ષ યુવકના હત્યા પ્રકરણમાં પોલીસે પાંચ દિવસ બાદ પરપ્રાંતીય હત્યારાની અટક કરી હતી અને આજરોજ તેને ડોલવણ કોર્ટમાં રજૂ કરી 02 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. નામદાર જજ દ્વારા આરોપી યુવકના 02 દિવસનાં રિમાન્ડ ની મંજૂરી આપી હતી.


13 માર્ચના રોજ ડોલવણ માં રહેતા 24 વર્ષીય અંકુરભાઈ મહેશભાઈ ચૌધરી ની હત્યા થઈ હતી. એલસીબી અને સ્થાનિક પોલીસે હત્યા પ્રકરણમાં દીસીલ રાજુભાઈ ખટીક (રહે ડોલવણ)ની અટક કરી હતી. જેમાં કોઈ ફિલ્મ બાબતે અને ઉગ્ર બોલા ચાલીને લઈને હત્યા કરી હોવાનો આરોપી યુવકે પોલીસને કબુલ કર્યું હતું. આજરોજ ડોલવણ પીએસઆઇ શક્તિસિંહ સોઢા અને ટીમ દ્વારા આરોપી યુવક ડીશીલ રાજુભાઈ ખટીકને ગુનાના કામે વિવિધ તપાસ માટે કોર્ટમાં રજૂ કરી 02 દિવસ રિમાન્ડની માંગણી કરી હતી.કોર્ટ માં આરોપી ના 02 દીવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન વિવિધ બાબતો ની તપાસ થસે.

ડોલવણમાં ચર્ચાના વિષય બનેલા હત્યામાં પોલીસ દ્વારા આરોપી યુવકને ડોલવણ કોર્ટમાં રજૂ કર્યો હતો. આરોપીને સાથે રાખી ઘટના નું રીકન્ટ્રકશન પંચનામુ કરવાનું હોય તેમજ અન્ય એનાલીસિસ કરાવવાનું હોય, બીજા કોઈ સહ આરોપીઓ છે કે કેમ,ગુનો કર્યા બાદ આરોપી કયા કયા ગયો હતો. સહિત વિવિધ બાબતો માટે તપાસ હાથ ધરાશે.

આ પણ વાંચો : તાપી જિલ્લાના ડોલવણ ગામેથી 24 વર્ષીય યુવકના હત્યારાની ધરપકડ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top