તાપી જિલ્લાના ડોલવણ ગામેથી 24 વર્ષીય યુવકની શંકાસ્પદ લાશ તેના ઘરમાંથી તારીખ 13 માર્ચના રોજ મળી આવી હતી. જેમાં પોલીસે પીએમ કરાવતા ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું બહાર આવતા પોલીસે હત્યારાને ઝડપી લીધો હતો. જેમાં હત્યારાએ ફિલ્મ જોતાં હતા, જેમાં નજીવી બાબતે મૃતક અને આરોપીઓ વચ્ચે ઝગડો થતાં આરોપીએ 24 વર્ષીય યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
તાપી જિલ્લાના ડોલવણ ગામે 13 માર્ચના રોજ 24 વર્ષીય યુવક અંકુર ચૌધરીની લાશ મળી આવી હતી, જેમાં પોલીસે પોસ્ટમોર્ટમ કરાવતા હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં આરોપી તેનો જ મિત્ર નીકળતા ચકચાર મચી જવા પામી છે.
મૃતક અને આરોપી દિશિલ રજૂ ખટીક બંને મૃતકના ઘરે ફિલ્મ જોવા બેઠા હતા. જે દરમ્યાન બંને વચ્ચે ફિલ્મને લઈ કોઈક મુદ્દા પર ઝગડો થયો હતો અને આરોપી દિશિલ રજૂ ખટીક આવેશમાં આવી જઈ મૃતકનું ગળું દબાવી દીધું હતું અને ટેબલ સાથે પછાડી દેતાં મરનાર યુવકનું મોત થયું હતું. જેને લઇ આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. બાદમાં આજે મંગળવારના રોજ ડોલવણ ગામ બંધનું એલાન આપી સ્થાનિકોએ ત્યાં રહેતા પરપ્રાંતીયો સામે આક્રોશ ઠાલવ્યો હતો. જેથી પોલીસે મામલો શાંત પાડ્યો હતો.
તાપી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકએ જણાવ્યું હતું કે, ડોલવણ ગામે તા.13ની મધ્યરાત્રિએ એક હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં અંકુર ચૌધરીની હત્યા થઈ હતી. શરૂઆતમાં લાશનું પો્ટમોર્ટમ કરી આઇપીસી 302, 201 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કોડ બને ભેગા મળી તપાસમાં સીસીસીટીવીનું વેરીફીકેશન કરી અને હત્યા કરનાર આરોપી દિસિલ રાજુભાઈ ખતિકને પકડી લીધો હતો.
તેમણે ઘટના અંગે વધુમાં જણાવ્યું હતું કે, આ હત્યામાં અઢીથી ત્રણ કલાક સુધી બંને સાથે જ હતા. એમણે સાથે નાસ્તો કર્યો અને નાસ્તના સમયે જ એ લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ઝપાઝપીમાં ફેરવાઈ હતી. જેથી આરોપી દીસિલએ મૃતકના ગળાના ભાગે જોરથી પકડીને ધક્કો મારી દેતા મૃતક ટેબલ સાથે અથડાતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.

.png)