- આદિવાસીઓ જીવનજરૂરિયાતની ચીજવસ્તુ ખરીદવા ઉમટી પડે છે
- નગરના તમામ મુખ્ય માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા
- નગરમાં માનવ મહેરામણ ભરચક નજરે પડયું હતું
ડાંગ જિલ્લાના વઘઈ નગરમાં હોળીનો છેલ્લા બજાર ભૂરકુંડેમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ જીવન જરૂરિયાતની ખરીદી કરવા મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને ખરીદી કરી હતી.
દંડકારણ્ય વન પ્રદેશ ડાંગનો મુખ્ય તહેવાર હોળી છે. હોળી ટાણે ભરાતો છેલ્લો હાટ બજાર એટલે (ડાંગી ભાષામાં ભૂરકૂંડે બજાર)માં હજારો ની સંખ્યામાં આદિવાસીઓ જીવનજરૂરિયાતની ચીજવસ્તુ ખરીદવા ઉમટી પડે છે. આ ભૂરકૂંડે બજારમાં સુરતથી લઇ મુંબઇ સુધીના વેપારીઓમાં વિવિધ પ્રકારના માલ સામાન વેચવા માટે આવતા હોય છે. આ ભૂરકૂંડે બજારમાં આદિવાસી મંડળી ઓ ભવાની માતાજી નું મુંગટ ધારણ કરી ઢોલ નગારા વગાડી ફાળો ઉઘરાવતા હોય છે. વઘઈ નગરમાં હોળીનો છેલ્લા બજાર ભૂરકુંડેમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ જીવન જરૂરિયાતની ખરીદી કરવા મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને ખરીદી કરી હતી.
વિવિધ મંડળીઓ દ્વારા ભવાની માતાજીના મુગટ તેમજ અલગ અલગ પહેરવેશ સાથે ઢોલ નગારા વગાડી દુર દુરથી આવેલા વેપારીઓ પાસે ફાગ (ફાળો)પણ ઉઘરાવ્યો હતો અને આદિવાસીઓએ શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના પણ કરી હતી. માનવ મહેરામણ ભરચક નજરે પડયું હતું અને નગરના તમામ મુખ્ય માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. વઘઇમાં ઘરાકી ઉપાડતાં વેપારીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા. વઘઈ પીએસઆઈ પી.બી.ચૌધરીની ટીમે હોળીના હાટ બજારમાં કોઈ અનિચ્છનીય યા ચોરી નહીં થાય તે માટે સખત પેટ્રોલિંગ ગોઠવતા શાંતિપૂર્ણ માહોલમાં ભુરકુંડે હાટ પૂર્ણ થયો હતો.


.png)