વ્યારા નગર વોર્ડ નંબર ત્રણમાં આવેલા રાધાકૃષ્ણના મંદિર પાસે અંદાજિત દસ લાખના ખર્ચે બાથરૂમ,શૌચાલય બ્લોક ની સુવિધા ઉભી કરવાની આયોજન કરવામાં આવ્યું હતું.જેને લઇને સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ હતી. અંદાજિત છ મહિનામાં આ વિસ્તારમાં સુવિધા ઉભી થઈ જશે. વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં રાધાકૃષ્ણ મંદિર આવેલું છે, જ્યાં છેલ્લા કેટલાક સમયથી મંદિર નજીક શૌચાલય બાથરૂમ ની સુવિધા નો અભાવને હોય જેને લઈને મુશ્કેલીઓ વધી હતી નગરપાલિકા દ્વારા આ બાબતે ગંભીરતા દાખવી અંદાજિત 10.64 લાખના ખર્ચે આ વિસ્તારમાં બાથરૂમ અને શૌચાલયની સુવિધા ઉભી કરવામાં આયોજન કર્યું હતું જેનું ખાતમૂહુર્ત પણ કરી દેવાયું હતું.
વ્યારા નગરપાલિકા દ્વારા 15 માં નાણાપંચની ગ્રાન્ટ અંતર્ગત રાધાકૃષ્ણ મંદિર નજીક 10.64 લાખના ખર્ચે 335 સ્ક્વેર ફૂટમાં બે બાથરૂમ ,બે ટોયલેટ અને વોઝ બેઝિન સહિત સુવિધા નો બ્લોક ઉભો કરવાનો આયોજન કરી દીધું હતું. જેને અંદાજિત છ મહિનામાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે જેને લઈને આ વિસ્તારમાં બાથરૂમ અને શૌચાલયને લઈને પડતી મુશ્કેલીનો અંત આવી જશે જેને લઈને સ્થાનિકોમાં રાહત થઈ હતી. મંદિર નજીક બાથરૂમ શૌચાલયની સુવિધા વધવાને લઈને ભવિષ્યમાં નાના મોટા ધાર્મિક પ્રસંગ ઉપયોગીતા વધી જશે.


.png)