ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્રણ જિલ્લામાં એક ચોરીની ઘટનાને અંજામ આપતી ચોર ટોળકીને પાટણ પોલીસે ઝડપી પાડી છે. પાટણ એલસીબીએ સપાટો બોલાવતા પાટણ-બનાસકાંઠા અને મહેસાણામાં ઘરફોડ ચોરી કરતી ગેન્ગને ઝડપી પાડી છે.
પાટણ એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. છેલ્લા કેટલાક સમયથી ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લા પાટણ-બનાસકાંઠા-મહેસાણામાં કેટલીક મોટી અને ઘરફોડ ચોરીની ઘટનાઓ ઘટી છે, જેમાં સામેલ ચોર ટોળકી પર એલસીબીની ટીમે સપાટો બોલાવ્યો છે. આ ચોર ગેન્ગને એલસીબીએ ઝડપી પાડી છે. એલસીબી પોલીસે કુલ 38 જેટલી ચોરી અને ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. ખાસ વાત છે કે, આ ચોર ગેન્ગ 'માસ્ટર કી' થી પહેલા વાહન ચોરી કરતી હતી, અને બાદમાં ચોરીના વાહનથી ગ્રામ્ય વિસ્તારોમાં ઘર, દૂકાનોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતી હતી. પકડાયેલા તમામ આરોપીઓની ઉંમર 30 વર્ષથી ઓછી છે.