તાપી જિલ્લામાં આગામી 22મી ફેબ્રુઆરીના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાકરાપાર અણુમથકના મુલાકાત અર્થે પધારનાર છે. આ કાર્યક્રમ દરમિયાન સુરક્ષિત ટ્રાફિક સંચાલન થાય, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે હેતુંસર કેટલાક માર્ગો (રસ્તા) પર ભારે તથા અન્ય વાહનો માટે તા.22/02/2024ના રોજ સવારે 12 કલાકથી 22 કલાક સુધી બંધ કરી તેના પરથી પસાર થતો ટ્રાફિકને અન્ય વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તાપી દ્વારા બહાર પાડવા આવ્યું છે.
બંધ કરેલ માર્ગની સામે વૈકલ્પિક માર્ગ
તે મુજબ બંધ કરેલ માર્ગની સામે વૈકલ્પિક માર્ગ તરીકે (૧) ઇન્દુ બ્રિજ વ્યારાથી માંડવી તરફ જતા ભારે તથા અન્ય વાહનોએ ઇન્દુ બ્રિજ, બાજીપુરા મઢી થઈ માંડવી તરફ જતા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહશે. (૨)માંડવીથી કાકરાપાર થઇ વ્યારા ઈન્દુ બ્રિજ તરફ આવતા ભારે વાહનોએ કણજા ગામેથી પરત માંડવી થઈ મઢી બાજીપુરા તરફ જતા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રેહશે. પરંતુ ઇમરજન્સી સેવાઓ, સરકારી વાહનો વાહનો તથા કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવતા વાહનોને પાર્કિંગ સુધી જવા માટે આ જાહેરનામું લાગુ પડશે નહિ.