આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે 8 ફેબ્રુઆરીએ મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય બેઠક પૂરી હતી. જેમાં તેમણે ઈ-રૂપીથી ઓફલાઈન વ્યવહારો શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. તો જાણીએ ઈ-રૂપી શું છે અને આરબીઆઈ તેને કઈ રીતે ઑફલાઇન મોડમાં લાવશે?
ઈ-રૂપી શું છે?
આરબીઆઈની સત્તાવાર ડિજિટલ કરન્સી ઈ-રૂપી અથવા ડિજિટલ રૂપિયો છે. આરબીઆઈ અનુસાર ઈ-રૂપીની કિંમત સામાન્ય ભારતીય ચલણની બરાબર છે. આ રીતે તે એક જ રૂપિયો છે, પણ ફરક માત્ર એટલો છે કે તે ડિજિટલ રૂપમાં છે. જો કે રોકડ પર વ્યાજ મળે છે જયારે ઈ-રૂપી પર કોઈ જ વ્યાજ મળતું નથી. તેમજ ઈ-રૂપીને પણ રોકડની જેમ બેંક ડિપોઝિટ જેવા અન્ય ચલણના સ્વરૂપોમાં બદલી શકાય છે.
આરબીઆઈની ઈ-રૂપીને ઓફલાઈન મોડમાં લાવવાની તૈયારી
આ પાઈલટ પ્રોગ્રામમાં 10 લાખ ટ્રાન્ઝેક્શનનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. આ ટાર્ગેટ આરબીઆઈએ ડિસેમ્બર 2023 માં હાંસલ કર્યો હતો. જેને ધ્યાનમાં રાખીને હવે આરબીઆઈ ઓફલાઈન મોડ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. હવે જયારે અમુક વિસ્તારોમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી ખૂબ જ મર્યાદિત છે તો ત્યાં ઈ-રૂપીને ઓફલાઈન મોડમાં લાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
વિવિધ વિસ્તારોમાં ટેસ્ટ લેવામાં આવશે
ઈ-રૂપીને ઓફલાઈન મોડમાં લાવવા બાબતે ગવર્નરે કહ્યું કે પહાડી, શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ઓફલાઈન માટેના ઉકેલો તપાસ કરવામાં આવશે. જેમાં પ્રોક્સિમિટી અને નોન-પ્રોક્સિમિટી આધારિત સોલ્યુશન્સ સામેલ કરવામાં આવશે. વર્તમાન સિસ્ટમ હેઠળ ઈ-રૂપી વોલેટમાંથી વ્યક્તિથી વ્યક્તિ અને વ્યક્તિથી વેપારી વ્યવહારો બેંક દ્વારા કરી શકાય છે.