અમદાવાદમાં જાનૈયાઓને લગ્નનું જમણ ભારે પડ્યું, વર-કન્યા સહિત 45 લોકોને થયું ફૂડ પૉઇઝનિંગ, હૉસ્પીટલમાં દાખલ

0
ગુજરાતમાં અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે, લગ્ન એક ખુશીનો પ્રસંગ છે, પરંતુ હાલમાં અમદાવાદમાં એક લગ્ન દુઃખનો પ્રસંગ બની ગયો છે. ખરેખરમાં, રાજપીપળાથી અમદાવાદના નિકોલમાં જાન લઇને આવેલા જાનૈયાોની તબિયત લથડી છે, આ તમામ જાનૈયાઓ લગ્ન પ્રસંગ દરમિયાન ગાજરનો હલવો અને દૂધની બનાવટનું જ્યૂસ આરોગ્યુ હતુ, આ પછી વર-કન્યા સહિત આખી જાનને હૉસ્પીટલ ભેગી કરવાનો વારો આવ્યો હતો, આ સમગ્ર ઘટના જાન વિદાય બાદ નડિયાદ ટૉલ બૂથ નજીક બની હતી.





રાજ્યમાં લગ્નનો માહોલ જામ્યો છે, ઠેર ઠેર શરણાઇઓ વાગી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે અમદાવાદમાં એક ઘટનાએ તમામનું ધ્યાન ખેંચ્યુ છે. ખરેખરમાં અમદાવાદમાં પરણવા આવેલી જાનૈયાઓની ટોળકી હાલમાં હૉસ્પીટલ ભેગી છે. અમદાવાદમાં નિકોલમાં આજે બહુ મોટી ફૂડ પૉઇઝનિંગની ઘટના સામે આવી છે.

ઘટનાની વિગતો એવી છે કે, રાજપીપળાથી અમદાવાદમાં પરણવા માટે જાન આવી હતી, અમદાવાદના નિકોલમાં જાનૈયાઓ વરરાજાને પરણાવવા આવ્યા હતા, આ દરમિયાન નિકોલના વિશાલા લેન્ડપાર્ક હૉટલમાં જાનૈયાઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, લગ્નની મોજમાં જાનૈયાઓને અહીં દૂધની બનાવટનું જ્યૂસ અને ગાજરનો હલવો ભોજનમાં આપવામાં આવ્યો હતો. જાનૈયાઓ સહિત વરરાજા અને કન્યાએ પણ આ ભોજન આરોગ્ય હતુ, લગ્ન પ્રસંગના જમણવાર બાદ મોડી રાત્રે લગ્ન સમારંભ પુરો થયો અને નિકલથી જાનની વિદાય રાજપીપળા તરફ થઇ તે સમયે આ ઘટના ઘટી હતી. જાન વિદાય થઇ અને જાનૈયાઓની ગાડી સીટીએમ એક્સપ્રેસ પર પહોંચી તે સમયે એક દુઃખદ ઘટના ઘટી હતી. રસ્તામાં જ જાનૈયાઓની તબિયત અચાનક લથડી પડી હતી. અમદાવાદથી નીકળ્યા બાદ આ ઘટના વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આવેલા નડિયાદ ટોલ બૂથ પાસે બની હતી. આ દરમિયાન લગભગ 6 જેટલો જાનૈયાઓને LG હૉસ્પીટલમાં કરવામાં આવ્યા હતા, તથા અન્ય લોકોને નડિયાદની હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જાનૈયાઓને 108 મારફતે હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં 45 જેટલા જાનૈયાઓને ફૂડ પૉઇઝનિંગ થયુ હોવાનુ સામે આવ્યુ હતુ, સાથે સાથે વરરાજા અને કન્યાને પણ ફૂડ પૉઇઝનિંગ થતાં તેમને પણ નડિયાદની સિવિલ હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તમામ દર્દીઓની સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top