વ્યારા નગર ઉપરાંત આજુબાજુના 5 ગામના લોકોને વર્ષોથી વેઠવા પડતા 7 કિમીના ચકરાવાનો હવે ટુંક સમયમાં અંત આવશે
- વર્ષ 2015માં 24 કરોડના ખર્ચે ઓવરબ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું
- 8 વર્ષથી બંધ થયેલા 24 કરોડના બ્રિજનું કામ આખર શરૂ
- હાલ બ્રિજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે
વ્યારા નગરમાંથી પસાર થતાં વ્યારા તરસાડા રોડ પર 8 વર્ષથી બંધ થયેલા 24 કરોડના બ્રિજનું કામ આખર શરૂ
થયું છે અને મે માસમાં પૂર્ણ થવાની શક્યતા છે. કામ પૂરું થતાં આ વિસ્તારના 5થી વધુ ગ્રામજનો અને વ્યારા નગર નજીક આવેલી હોમિયોપેથીક કોલેજના 1500થી વધુ વિદ્યાર્થીઓને રાહત થશે. હાલ બ્રિજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.