વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી હતી. ત્યારથી કાશ્મીરમાં ઘણા પરિવર્તન આવ્યા છે. તેમજ લદ્દાખ ક્ષેત્રમાં રોકાણ વધી રહ્યું છે. આ પાંચ વર્ષમાં આતંકવાદી ઘટનાઓની સ્થિતિ તો સુધારી જ છે પરતું આજે જાણીશુ છેલ્લા 3 વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં બિઝનેસના દૃષ્ટિકોણથી કેટલું પરિવર્તન આવ્યું છે.
કેટલું રોકાણ કરવામાં આવ્યું છે?
ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યસભામાં રોકાણ અંગે માહિતી આપવામાં આવી છે. જે મુજબ, વર્ષ 2019-20માં જમ્મુ-કાશ્મીરમાં 296.64 કરોડ રૂપિયા, વર્ષ 2020-21માં 412.74 કરોડ રૂપિયા, વર્ષ 2021-22માં 376.76 કરોડ રૂપિયા, વર્ષ 2022-23માં 2153.45 કરોડ રૂપિયા અને વર્ષ 2023-24માં રૂ. 2417.19 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં 2019 અને 2023ની સરખામણી કરીએ તો આ રોકાણ લગભગ 10 ગણું વધ્યું છે.