તાપી : ડૉલવણ તાલુકાના પલાસિયા ગામથી બાતમીના આધારે મોબાઈલ ચોરીના આરોપીને ધરપકડ

0
તાપી જિલ્લા એલસીબી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે પલાસિયા ગામે થી મોબાઈલ ચોરી ના આરોપી મુકેશભાઈ નારણભાઈ ગામીત ને ઝડપી લઈ જિલ્લા એલસીબી પોલીસે ખાતે રજૂ કરવામાં આવ્યો હતો જે આરોપી વિરુદ્ધ વાલોડ પોલીસ મથકે મોબાઈલ ચોરી અંગે ફરિયાદ દાખલ થઈ હતી જેની માહિતી સોમવારના સાજે પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી..



એલ.સી.બી. તાપીના ઈ.ચા. પોલીસ ઇન્સ્પેકટરશ્રી એન.જી.પાંચાણી તથા શ્રી, એન. એસ. વસાવા પોલીસ સબ ઇન્સપેકટર પેરોલ ફર્લો તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ટેકનીકલ સેલના આ.હે.કો. તેજસભાઇ તુલસીરામ તથા અ.પો.કો. વિપુલભાઇ બટુકભાઇ તથા સ્ટાફના બીજા પોલીસ જવાનોએ ટેકનીકલ સોર્સથી મેળવેલ માહિતી આધારે એ.એસ.આઇ. ગણપતભાઇ રૂપસિંગભાઇ એલ.સી.બી. તાપીના પોલીસ જવાનો સાથે ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં નિકળેલ હતા. તે દરમ્યાન એ.એસ.આઇ ગણપતભાઇ રૂપસિંહ તથા અ.પો.કો. રોનકકુમાર સ્ટીવનસનભાઇને મળેલ સંયુકત ખાનગી બાતમી મળેલ કે, “એક વ્યક્તિ નામે મુકેશભાઈ નારણભાઇ ગામીત રહે.રામપુરાદુર ગામ નિશાળ ફળીયુ તા.ડોલવણ જી. તાપીનો એક બિલ વગરનો શંકાસ્પદ મોબાઇલ વેચવા માટે પલાસીયા ગામ તરફ ફરતો હોવાની બાતમી હકિકત મળતા" જે બાતમી આધારે પલાસીયા ગામ તા.ડોલવણ ખાતે આવતા બાતમીવાળો વ્યકિત હાજર મળી આવતા તેના કબ્જામાં રાખેલ મોબાઇલ બાબતે પુછપરછ કરતા સંતોષકારક જવાબ ન આપતા આરોપી- મુકેશભાઈ નારણભાઇ ગામીત ઉ.વ.૩૫ રહે. રામપુરા દુર નિશાળ ફળીયા તા.ડોલવણ જી.તાપીની પાસેથી એક વિવો કંપનીનો મોડેલ નંબર Y75 એન્ડ્રોઇડ મોબાઇલનો મળી આવેલ જે બાબતે વધુ તપાસ કરતા વાલોડ પો.સ્ટે. જે અંગેનો ગુનો દાખલ થયેલ હોવાની હકિકત જણાઇ આવતા આ મોબાઇલ ફોનની કિ.રૂ.૨૦,૦૦૦/- નો ગણી Cr.PC કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી, આરોપીઓ વિરૂધ્ધ Cr.P.C. કલમ-૪૧(૧) ડી મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ ડોલવણ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top