સુપ્રીમ કોર્ટે મંગળવારે (20 ફેબ્રુઆરી) ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહને સખત ઠપકો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આ કેસમાં કોર્ટની અવમાનના કરવામાં આવી છે. ચૂંટણી અધિકારીએ તેમને (કોર્ટ) ગેરમાર્ગે દોર્યા છે.
બેલેટ પેપરની તપાસ કર્યા બાદ કોર્ટે કહ્યું કે જે બેલેટ પેપર રદ કરવામાં આવ્યા છે તે તમામ AAPની તરફેણમાં છે.કોર્ટે કહ્યું કે ચૂંટણી અધિકારીએ અમને ગેરમાર્ગે દોર્યા છે. તેથી મતોની ફરીથી ગણતરી કરવામાં આવશે. કોર્ટે રદ કરાયેલા મતોને સાચા ગણ્યા છે.
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે 8 મતોના "અમાન્ય" થવા અંગે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેના વિવાદની તપાસ કરી. આ પછી કોર્ટે કહ્યું કે તેમની ફરીથી ગણતરી કરવામાં આવશે. આ તમામ અમાન્ય મતો માન્ય ગણવામાં આવશે. તેના આધારે જ પરિણામ જાહેર કરવામાં આવશે.