આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં Cyclone Michaungથી તબાહી, ઘરોમાં ઘૂસ્યા પાણી, આઠના મોત

0
  • સાયક્લોન મિચોંગ' આજે એટલે કે મંગળવારે આંધ્ર પ્રદેશના નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે ટકરાય તેવી સંભાવના છે


તમિલનાડુમાં ઘરોમાં ઘૂસ્યા પાણી
તમિલનાડુના ચેન્નઈમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે. સ્થિતિ એવી છે કે મંગળવારે ઓછો વરસાદ હોવા છતાં અનેક વિસ્તારોમાં પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા. આ સાથે જોડાયેલા ઘણા વીડિયો પણ સામે આવ્યા છે.


તમિલનાડુ: પૂરના કારણે બોટમાં જવા મજબૂર લોકો
તમિલનાડુ: ચેન્નઈના પશ્ચિમ તંબરમ સીટીઓ કોલોની અને સશિવરાધન નગર વિસ્તારમાં લોકો પરિવહન માટે બોટનો ઉપયોગ કરી રહ્યા છે. સાયક્લોન મિચોંગના કારણે શહેરમાં વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ છે.

ચક્રવાતી તોફાન ચેન્નઈના કિનારેથી 90 કિલોમીટર દૂર
ચક્રવાતી તોફાન હાલમાં ચેન્નઈના દરિયાકાંઠાથી માત્ર 90 કિલોમીટર દૂર છે. તે આંધ્ર પ્રદેશના નેલ્લોરથી 40 કિલોમીટર અને મછલીપટ્ટનમથી 150 કિલોમીટર દૂર છે. હાલમાં મિચોંગ 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

ચક્રવાતની ચેતવણી વચ્ચે NDRF એલર્ટ પર છે
આંધ્રપ્રદેશના સીએમ વાયએસ જગનમોહન રેડ્ડી પણ વાવાઝોડાને લઈને સતત બેઠકો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે બાપટલા કલેક્ટર કચેરીએ સ્થાનિક લોકોની સુરક્ષા અને રાહત કાર્ય માટે તમામ જરૂરી પગલાં લીધા છે. ચક્રવાતના કારણે અધિકારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, 24 કલાક સંકલન અને પરિસ્થિતિની દેખરેખ માટે કંટ્રોલ રૂમની સાથે મેડિકલ કેમ્પ પણ ગોઠવવામાં આવ્યા છે. NDRF એ તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પુડુચેરી માટે 18 ટીમો તૈનાત કરી છે. 10 વધારાની ટીમો પણ તૈયાર રાખવામાં આવી છે.

Cyclone Michuang 110 કિમી પ્રતિ કલાકની ઝડપે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યું
ચક્રવાતી વાવાઝોડું મિચોંગ 110 કિમી પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યું છે અને તે ઝડપથી દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પસાર થઈ રહ્યું છે. Zoom Earth Live વેબસાઈટ અનુસાર, આ વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે અને તે થોડા કલાકોમાં બાકીના દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચવાની આશા છે.

તમિલનાડુમાં નદીઓમાં ભારે પૂર
તમિલનાડુમાં મિચોંગના કારણે ભારે વરસાદથી સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં પૂર જેવી સ્થિતિ છે જ્યારે રાજ્યની નદીઓમાં વરસાદના કારણે પૂરની સ્થિતિ પેદા થઇ છે. વરસાદને કારણે તમિલનાડુની કૂવમ નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ મજબૂત બન્યો છે અને તે કાંઠેથી ખૂબ જ ઝડપથી વહી રહ્યો છે.

આંધ્રપ્રદેશના બાપટલા પહોંચતા પહેલા જ વરસાદ શરૂ થયો
આંધ્રપ્રદેશના બાપટલા ચક્રવાત પહોંચે તે અગાઉ જ વરસાદ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે. મિચોંગ રાજ્યના દક્ષિણ કિનારે નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે બાપટલા નજીક લેન્ડફોલ કરે તેવી અપેક્ષા છે.

તમિલનાડુ અને પુંડુંચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગે 4 અને 5 ડિસેમ્બરે ઉત્તર-તટીય તમિલનાડુ અને પુંડુંચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. 4 અને 5 ડિસેમ્બરે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યનમમાં અનેક સ્થળોએ અત્યંત ભારે વરસાદની શક્યતા છે.

આંધ્રપ્રદેશના 8 જિલ્લામાં એલર્ટ
અહેવાલ અનુસાર, ભારે વરસાદના ભય વચ્ચે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ લગભગ 8 જિલ્લાઓમાં અધિકારીઓને તૈયારીઓ માટે એલર્ટ જાહેર કર્યું છે.

'મિચોંગ'ની સ્થિતિ પર હવામાન વિભાગે શું કહ્યું?
વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "ગંભીર ચક્રવાતી તોફાન 'મિચોંગ' આજે બપોરે 2.30 વાગ્યે ચેન્નઈથી 100 કિમી ઉત્તર-પૂર્વમાં અને નેલ્લોરથી 120 કિમી દક્ષિણ-પૂર્વમાં બંગાળની ખાડી પર કેન્દ્રિત છે." તે ધીમે ધીમે તીવ્ર બનશે અને ઉત્તર તરફ આગળ વધશે અને 5 ડિસેમ્બરની બપોરે એક ગંભીર ચક્રવાતી તોફાન તરીકે બાપટલા નજીક નેલ્લોર અને મછલીપટ્ટનમની વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે.

આંધ્રપ્રદેશના 8 જિલ્લામાં એલર્ટ
એક મીડિયા રિપોર્ટ અનુસાર, ભારે વરસાદના ભય વચ્ચે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ લગભગ 8 જિલ્લાઓમાં અધિકારીઓને તૈયારીઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. દરમિયાન ચક્રવાતી વાવાઝોડું 'મિચોંગ' આજે સવારે 8:30 વાગ્યે ચેન્નઈથી લગભગ 90 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં તીવ્ર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થયું હતું. હવામાન વિભાગે 4 અને 5 ડિસેમ્બરે ઉત્તર-તટીય તમિલનાડુ અને પુંડુંચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. 4 અને 5 ડિસેમ્બરે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યનમમાં અનેક સ્થળોએ અત્યંત ભારે વરસાદની શક્યતા છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અને પુંડુંચેરીના મુખ્યમંત્રી એન. રંગાસામી સાથે વાત કરી હતી. ચક્રવાત 'મિચોંગ'ના કારણે પડકારરૂપ હવામાન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે લેવામાં આવેલા પગલાંની સમીક્ષા કરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top