સુરતઃ શહેરના કાપોદ્રા વિસ્તારમાં એક યુવક તાપી નદીના બ્રિજ ઉપરથી નદીમાં મોતની છલાંગ મારવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, યુવક બ્રિજની ઉપર રહેલી જાડી ઓળંગીને કૂદવા જતો હતો તે સમયે સ્થાનિક લોકો દોડી આવ્યા યુવકને પકડી દીધો હતો અને ફાયર વિભાગને જાણકારી આપી હતી. આ યુવકનું રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવી લીધો હતો.
સુરતના મધ્યમાંથી પસાર થતી તાપી નદી આપઘાત માટેનું સરળ સ્થળ હોય તે પ્રકારની સતત ઘટનાઓ સામે આવી રહી હતી. અઠવાડિયામાં બેથી ત્રણ ઘટનામાં લોકો બ્રિજ ઉપરથી તાપી નદીમાં આપઘાત માટે કૂદતા હોય છે. જેને લઈને સુરત મહાનગરપાલિકાએ બ્રિજ ઉપર લોખંડની જાળીઓ બાંધી દીધી હતી. ત્યારે કોઈ આપઘાત ના કરે. પરંતુ સુરતના સુરતી લાલા બ્રિજ ઉપર રહેલી લોખંડની જાડીઓ કૂદીને પણ આપઘાતનો પ્રયાસ કરતા હોય તેવી ઘટનાઓ સામે આવે છે.
ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા તાપી નદી પરના બ્રિજ ઉપર આજે એક યુવક બ્રિજની ઉપર લોખંડની જાળી ઓળંગીને આપઘાત માટે મોતની છલાંગ મારવા જતો હતો. તે સમયે સ્થાનિક લોકો જોઈ જતા યુવકને પકડી દીધો હતો. જો કે, યુવક અને લોકો વચ્ચે લોખંડની જાળી હોવાને લઈને અડધો કલાક જેટલો સમય લોકોએ યુવકને પકડી રાખ્યો હતો અને ઘટનાની જાણ સુરત ફાયરવિભાગને કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને યુવકનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ કર્યું હતું. ત્યારે પોલીસે હાલ આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.