રાજ્યના 2 લાખથી વધુ શિક્ષકોને CPR ટ્રેનિંગ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 37 મેડિકલ કૉલેજ અને અન્ય 14 સ્થળોએ 2500 થી વધું ડૉક્ટર્સ રાજ્યના 2 લાખથી વધુ શિક્ષકોને CPR (કાર્ડીયો પલ્મોનરી રેસીસિટેશન) તાલીમ આપવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બીજે મેડિકલ કોલેજ ખાતે રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ તાલીમમાં સહભાગી બનીને શિક્ષકોનો ઉત્સાહ વધાર્યો.
રાજ્યના 2 લાખથી વધુ શિક્ષકોને CPR ટ્રેનિંગ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 37 મેડિકલ કૉલેજ અને અન્ય 14 સ્થળોએ 2500 થી વધું ડૉક્ટર્સ રાજ્યના 2 લાખથી વધુ શિક્ષકોને CPR (કાર્ડીયો પલ્મોનરી રેસીસિટેશન) તાલીમ આપવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બીજે મેડિકલ કોલેજ ખાતે રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ તાલીમમાં સહભાગી બનીને શિક્ષકોનો ઉત્સાહ વધાર્યો.
આરોગ્ય મંત્રી દ્વારા રાજ્યમાં કુપોષણના બાળકો ચિંતાનો વિષય હોવાનો પણ જણાવવામાં આવ્યું અને તે બાબતે શિક્ષકો મહત્વની કામગીરી કરી શકે તેમ જણાવ્યું હતું. અગાઉ પોલીસને CPR ટ્રેનિંગ આપ્યા બાદ હવે શિક્ષકોને મોટી સંખ્યામાં આ તાલીમ આપવામાં આવશે.
રાજ્યભરના દોઢ લાખથી વધુ શિક્ષકો-અધ્યાપકોને રવિવારે સીપીઆરની તાલીમ આપવામાં આવી. જેમાં રાજ્યની તમામ મેડિકલ કોલેજ માં આ કાર્યક્રમ કરવામાં આવ્યો. અમદાવાદમાં 7 મેડિકલ કોલેજ-બી.જે. મેડિકલ, જીસીએસ, સોલા સિવિલ, એનએચએલ કોલેજ, એમ. કે. શાહ મેડિકલ કોલેજ, નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં અને 300થી વધુ સ્કૂલોમાં શિક્ષકોને બપોરે 2થી સાંજે 5 વાગ્યા સુધી એક સાથે એક જ દિવસે સીપીઆરની તાલીમ આપવામાં આવી.
રકારે અગાઉ જાહેરાત કરી હતી કે, અલગ અલગ તબક્કામાં તમામ સ્કૂલોમાં શિક્ષકોને સીપીઆરની તાલીમ આપવામાં આવશે. આ બાબતને ધ્યાન પર રાખી રવિવારે સીપીઆરની તાલીમનો પહેલો તબક્કો યોજવામાં આવ્યો. હવે બીજા તબક્કામાં બાકી રહી ગયેલા શિક્ષકોને પણ તાલીમ અપાશે. જેનો હેતુ ઈમર્જન્સીની પરિસ્થિતિમાં શિક્ષક પણ સીપીઆર આપીને કોઈપણ વ્યક્તિનો જીવ બચાવી શકાશે