દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ કરતી 16 ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે. દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે વિવિધ શહેરથી દિલ્હી આવી રહેલ ફ્લાઈટને અન્ય શહેરના એરપોર્ટ પર ડાઈવર્ટ કરવામા આવી છે. 16 પૈકી 10 ફ્લાઈટને જયપુર, ત્રણને લખનૌ, બે ફલાઈટને અમૃતસર અને એક ફલાઈટને અમદાવાદ એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરવામાં આવી છે.
પાપુઆ ન્યુ ગિનીમાં 6.5ની તીવ્રતાનો ભૂકંપ, પાકિસ્તાન અને જીજાંગમાં પણ ધ્રૂજી ધરતી
પાપુઆ ન્યુ ગિની, પાકિસ્તાન અને જીજાંગમાં મધ્યરાત્રીના 3 થી 4 દરમિયાન ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું હતું કે, ન્યુ ગિનીના ઉત્તરીય ભાગમાં 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપને લઈને સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. આ ભૂકંપ પેસિફિક ટાપુ રાજ્યના પૂર્વ સેપિક પ્રાંતની રાજધાની વેવાકના દરિયાકિનારેથી લગભગ 20 કિલોમીટર દૂર આવ્યો હતો. પ્રાથમિક અહેવાલ અનુસાર ભૂકંપને કારણે સાત લોકોના મૃત્યું થયા છે.