આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોના દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. તો બીજી તરફ મધ્ય ગુજરાતના અરવલ્લી સહિતના જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ માવઠાની આગાહીને પગલે ખેડૂતોએ લણેલા પાક કે APMCમાં રખાયેલા પાકને બચાવવા આગોતરી તૈયારીઓ કરવી જોઈએ.
હવામાન વિભાગની આગાહી અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે બુધવારે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. તો તેમના અનુસાર આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોના દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. તો બીજી તરફ મધ્ય ગુજરાતના અરવલ્લી સહિતના જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ માવઠાની આગાહીને પગલે ખેડૂતોએ લણેલા પાક કે APMCમાં રખાયેલા પાકને બચાવવા આગોતરી તૈયારીઓ કરવી જોઈએ.
તો આણંદ,અરવલ્લી,બોટાદ,કચ્છ,મહીસાગર,મોરબી,પંચમહાલ, રાજકોટ, તાપી, વડોદરા સહિતના જિલ્લઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.