- વ્યારાના ખુટડીયા ગામે રહેતા એક વ્યક્તિએ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધો હતો બનાવ અંગે વ્યારા પોલીસમાં જાણ કરાઈ હતી.
વ્યારા તાલુકાના ખુટડીયા ગામના નિશાળ ફળિયાના રહીશ અરૂણભાઇ પાનિયાભાઈ ગામીત(ઉ.વ.48) ગત તારીખ 29/11/2023ના રોજ ઘરેથી ગુમ થયા હતા અને જેઓ કોઈ અગમ્ય કારણોસર ફળિયામાં આવેલ રણજીતભાઈ રણછોડભાઈ ગામીતના ખેતરના શેઢા ઉપર આવેલ કેસુડાના ઝાડ સાથે ઓઢણીના કાપડના ટુકડા વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જેનો મૃતદેહ જોવા મળતા ઘટના અંગે શોભનાબેન અરૂણભાઇ ગામીતે વ્યારા પોલીસ મથકે જાણ કરી હતી.