નેધરલેન્ડ્સ સામે 4 વિકેટ ઝડપી ઝમ્પાએ બનાવ્યા ઘણા મોટા રેકોર્ડ, શમી સાથે શરૂ થઈ રેસ

0
ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે નેધરલેન્ડ્સને 309 રનના અંતરથી હરાવ્યું હતું


ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ્સ વચ્ચે ગઈકાલે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી ODI World Cup 2023ની મેચમાં ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડ્સને 309 રનના અંતરથી હરાવ્યું હતું. આ મેચમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો સાથે બોલરોનો પણ કમાલ જોવા મળ્યો હતો. ડેવિડ વોર્નર અને ગ્લેન મેક્સવેલે એક તરફ જ્યાં સદી ફટકારી તો બીજી તરફ લેગ સ્પિનર એડમ ઝમ્પાએ 3 ઓવરમાં માત્ર 8 આપીને 4 વિકેટ ઝડપી હતી.

ઝમ્પા શેન વોર્નની કરી શકે છે બરાબરી
ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાયેલી મેચમાં ઘણાં રેકોર્ડ બન્યા હતા. જેમાંથી એક રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર એડમ ઝમ્પાના નામે પણ છે. ઓસ્ટ્રેલિયન ટીમના લેગ સ્પિનર એડમ ઝમ્પા ઓસ્ટ્રેલિયા માટે 4 વિકેટ લેવા(Most 4 Wicket In ODI)ના મામલે ટોપ પર રહેલા પૂર્વ દિગ્ગજ સ્પિનર શેન વોર્નની બરાબરી કરવાથી થોડોક જ દૂર છે. શેન વોર્ને 13 વખત 4 વિકેટ ઝડપી હતી જયારે એડમ ઝમ્પાએ 12 વખત 4 વિકેટ ઝડપી છે.

ODI World Cupની એક સિઝનમાં ત્રણ વખત 4 વિકેટ લેનાર એકમાત્ર ભારતીય બોલર શમી
ભારતીય ટીમનો અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ODI World Cupની એક સિઝન(Most 4 Wicket In ODI World)માં ત્રણ વખત 4 વિકેટ લેનાર એકમાત્ર ભારતીય બોલર છે. શમીએ ODI World Cup 2019માં આવું કર્યું હતું. આ ઉપરાંત પાકિસ્તાન ટીમના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ ODI World Cup 2011માં ત્રણ વખત 4 વિકેટ ઝડપી હતી. હવે એડમ ઝમ્પા પણ આ લીસ્ટમાં જોડાઈ ગયો છે.

ઝમ્પા આવું કરનાર એકમાત્ર ઓસ્ટ્રેલિયન બોલર
ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પા એક માત્ર એવો બોલર છે જેને ODI World Cupમાં ત્રણ વખત 4 વિકેટ ઝડપી છે. જયારે ગેરી ગિલમોર (1975), શેન વોર્ન (1999), મિચેલ જોન્સન (2011), બ્રેટ લી (2011) અને મિચેલ સ્ટાર્ક (2019)એ બે વખત 4 વિકેટ ઝડપી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top