ડાંગર ટેકાના ભાવ ખરીદી ડાંગર-2183 પ્રતિ ક્વિન્ટલ , બાજરી અને જુવારના ખેડૂતો પાસેથી ખરીદી રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

0


  • ડાંગર ટેકાના ભાવ રજીસ્ટ્રેશન
આગામી તારીખ: ૧લી થી ૩૧મી ઓક્ટોબર દરમિયાન સરકાર દ્વારા Minimum support price અથવા લઘુતમ ટેકાના ભાવ માટેના ફોર્મ ભરવાના શરૂ થશે. જેમાં ખેડૂતમિત્રોને ડાંગર ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન માટે કેટલા દસ્તાવેજ જરૂરી એની માહિતી નીચે મુજબ છે. જેમાં સરકાર દ્વારા ડાંગરની લઘુતમ ટેકાના ભાવે ખરીદી રૂ.૨૧૮૩ પ્રતિ ક્વિન્ટલ, ગ્રેડ-એ ડાંગર માટે રૂ.૨૨૦૩પ્રતિ ક્વિન્ટલ પ્રમાણે થશે.
  • બાજરી ટેકાના ભાવ રજીસ્ટ્રેશન
નોંધણીનો સમયગાળો ૧લી થી ૩૧મી ઓક્ટોબર સુધીમાં સરકાર લઘુતમ ટેકાના ભાવ માટેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન કરવા જરૂરી દસ્તાવેજની માહિતી નીચે મુજબ છે. Minimum support price એટલે કે લઘુતમ બાજરીના ટેકાના ભાવે ખરીદી રૂ. ૨૫૦૦ પ્રતિ ક્વિન્ટલ પ્રમાણે થશે. બાજરીની ટેકાની ખરીદી ખેડૂતદીઠ નક્કી કરેલા જથ્થા મુજબ ખરીદી કરશે.

  • જુવાર ટેકાના ભાવ રજીસ્ટ્રેશન
નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક/ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ. ઓપરેટર દ્વારા તારીખ ૧લી થી ૩૧મી ઓક્ટોબર સુધી કરવામાં આવશે. જુવારની ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન કરવા જરૂરી દસ્તાવેજની માહિતી નીચે મુજબ છે. લઘુતમ જુવારની ટેકાના ભાવે ખરીદી હાઈબ્રીડ જુવાર માટે રૂ. ૩૧૮૦ પ્રતિ ક્વિન્ટલ, માલદંડી જુવાર માટે રૂ. ૩૨૨પ પ્રતિ ક્વિન્ટલ અને રાગી જુવાર માટે રૂ. ૩૮૪૬ પ્રતિ ક્વિન્ટલ પ્રમાણે થશે.
  • મકાઈ ટેકાના ભાવ રજીસ્ટ્રેશન
આગામી તારીખ: ૧લી થી ૩૧મી ઓક્ટોબર દરમિયાન સરકાર દ્વારા Minimum support price અથવા લઘુતમ ટેકાના ભાવ માટેના ફોર્મ ભરવાના શરૂ થશે. જેમાં ખેડૂતમિત્રોને મકાઈ ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન માટે કેટલા દસ્તાવેજ જરૂરી એની માહિતી નીચે મુજબ છે. જેમાં સરકાર દ્વારા મકાઈની લઘુતમ ટેકાના ભાવે ખરીદી મકાઈ માટે રૂ. ૨૦૯૦ પ્રતિ ક્વિન્ટલ પ્રમાણે થશે.

કેવીરીતે સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે
રાજ્ય સરકાર દ્વારા ખરીફ સીઝન ૨૦૨3 માં ખેડૂતમિત્રો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી માટે નિયુક્ત ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લી., અમદાવાદ મારફતે કરવામાં આવનાર છે.
  • ટેકાના ભાવે રજીસ્ટ્રેશન દસ્તાવેજઆધાર કાર્ડની નકલ,
  • મહેસુલ રેકર્ડ ગામ નમુનો ૭/૧૨ તથા ૮-અની અધતન નકલ,
  • ગામ નમુના- ૧૨માં પાક વાવણી અંગેની નોંધ ન થઇ હોય તો, પાકની વાવણી અંગેનો તલાટીના સહી-સિક્કા સાથેનો દાખલો,
  • પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેક.
  • ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટે ખર્ચ
લઘુતમ ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડોનું વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન વિના મુલ્યે નોંધણી થશે. નોંધણીનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતો હોઈ ખેડૂતોએ નોંધણી માટે VCE (વી.સી.ઈ. ઓપરેટર) ને કોઈપણ પ્રકારની રકમ ચૂકવવાની રહેતી નથી.

ટેકાના ભાવે રજીસ્ટ્રેશન પોર્ટલ
આગોતરી નોંધણી માટે – N.I.C. ના પોર્ટલ http//ipds.gujarat.gov.in પોર્ટલ પર ખેડૂતમિત્રો જાતે અરજી કરી શકતા નથી, એટલે કે અહીં ગામ કે વિસ્તાર મુજબ સરકાર દ્વારા નિમણુંક થયેલા વી.સી.ઈ. ઓપરેટર દ્વારા ઉપર આપેલ પોર્ટલ પર અરજી કરવામાં આવે છે. માટે ખેડૂતમિત્રોએ APMC (માર્કેટયાર્ડ) પર અથવા eGram Kendra Portal (ગામ પંચાયત કેન્દ્ર) પર જઈ ને ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

નોંધણી વખતે ધ્યામાં રાખવાની બાબત
નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માંગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતાં પહેલા ખેડૂતે ખાસ કાળજી રાખવાની રહેશે. ડોક્યુમેન્ટસની ચકાસણી દરમ્યાન જો ભળતા ડોક્યુમેન્ટસ કે ખોટા ડોક્યુમેન્ટસ અપલોડ કરાયુ હોવાનું ધ્યાને આવશે તો તે ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે તે ખેડુતને જાણ કરવામાં આવશે નહી.

નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન સવાર ૯-૦૦ થી સાંજના ૬-૦૦ સુધી હેલ્પલાઇન નંબર ૦૭૯-૨૬૪૦૭૬૦૯, ૨૬૪૦૭૬૦૧૦, ૨૬૪૦૭૬૦૧૧, અને ૨૬૪૦૭૬૦૧૨ ઉપર સંપર્ક કરવાનો રહેશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top