વ્યારા શંકર ફળિયા : સ્ટાફ સાથે ઝપાઝપી કરી કામગીરીમાં રૂકાવટ બદલ 16 વિરુદ્ધ ફરિયાદ

0
વ્યારા શંકર ફળિયા ડિમોલિશનનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે ગત તા.22 મી જૂનના રોજ શંકર ફળિયામાં 70 જેટલા મકાનોનું ડિમોલોશન કરાયું હતું. જેમાં સ્થાનિકોના મતે વરસાદને પગલે કેટલાક પીડિતોને વૈકલ્પીક જગ્યા ન મળતા તેઓ વિવાદિત જગ્યા પર તાડપત્રી બાંધતા પોલીસે અટકાવ્યા હતા અને જગ્યા ખાલી કરી જવા કહેવાયું હતું.




આ બાબતે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી સાથે ઉગ્ર ચકમક થતાં મામલો ગરમાયો હતો. પોલીસે કડક વલણ અપનાવ્યું હતું, જે મામલે રિઝર્વ મહિલા પીઆઇએ ફરિયાદ કરતા પોલીસએ 16 ઈસમો વિરુદ્ધ પોલીસ ફરજમાં રુકાવટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેમની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.બીજી તરફ આ ધક્કામુક્કીમાં એક સ્થાનિક વ્યક્તિ પણ ઘાયલ થયા હોય જેમને 108 મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા.

વ્યારા પોલીસે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ વ્યારા ટાઉનમાં શંકર ફળિયામાં આવેલ પોલીસ ખાતાને ફાળવેલ ડિમોલેશન કરેલ જગ્યામાં રીઝર્વ પીઆઈ ભગીરથીબેન બાબુભાઇ ચોવટીયા તેમજ બી.ડી.ડી.એસ.નાં પી.એસ.આઇ. જી.એમ.પવાર સ્ટાફના માણસો સાથે શંકર ફળિયામાં ડિમોલેશન કરેલ જગ્યાની ફરતે પેટ્રોલિંગ કરતા હતા.

ત્યારે ગઇ કાલ તા.26/6/230ના રોજ જીગર ઝાપડીયા સ્થાનિકોનું ટોળુ ભેગુ કરી ડીમોલેશન કરેલ જગ્યામાં ફરી તંબુ બાંધી રહેવા લાગવા તેમજ તેમને ગુનો કરવા ઉશ્કેરી ગુનાહિત કાવતરૂ રચી ગુનાહીત કૃત્ય કરવા પ્રેરતા 15 જેટલા ઈસમોઓએ ડિમોલેશન કરેલ જગ્યામાં તાડપત્રી બાંધી સામાન મુકી ગેરકાયદેસર અપ્રવેશ કરી કાયદા વિરૂધ્ધની મંડળી રચી હતી.

પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સ્થાનિકો તાડપત્રી બાંધતા અટકાવ્યા ત્યારે મામલો ગરમાયો હતો. સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતા બબાલ વધુ ન થાય એ માટે પોલીસે વધુ સ્ટાફને બોલાવી ટોળાને વિખેરી દીધું હતું.



જે દરમિયાન ટોળાએ સરકારી ફરજમાં રૂકાવટ ઉભી કરી પોલીસ કર્મીઓ WPC સેજલબેન સતીષભાઇને ડાબી આંખ ઉપર મુક્કો મારી ઇજા કરી તેણીએ પહેરેલ ચશ્મા તોડી નાખી રૂ.1500નુ નુકશાન કરી તથા WPC ઇલાબેન સોમાભાઇને ડાબી હાથની ત્રીજી આંગળી ઉપર ઇજા પહોંચાડી તેમજ રીઝવ પીઆઈ ભગીરથીબેનને વાળ તથા ગળું પકડી માર મારી પછાડવાની કોશિશ કરી, બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે ઝપાઝપી કરી, ગાળા ગાળી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યો હતો.

બબાલના પગલે ટોળામાં રહેલા 09 પુરુષ અને 06 મહિલા અને એક ઈસમ મળી 16 વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ વ્યારા પીએસઆઈ વી.આર.વસાવાએ હાથ ધરી છે. શંકર ફળિયાના રહીશોએ જણાવ્યા મુજબ હાલ ચોમાસુ ચાલી રહ્યું છે. ડીમોલેશન બાદ વૈકલ્પિક વ્યવસ્થા ન મળતા કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. નાના બાળકોથી લઈ વૃદ્ધાઓની હાલત મુશ્કેલી ભરી બની ગઈ છે. આજે પણ પોલીસ એ આકરું વલણ અપનાવી દેતા સ્થાનિકોની મુશ્કેલી વધારી દીધી હતી.

રાજકારણીઓ ચુપકીદી સાધીને બેઠા છે
આ તમામ મામલે વ્યારાના રાજકારણીઓ સહિત મોટા ગજાના નેતાઓ કેમ ચુપકીદી સાધી બેઠા છે? જે એક નગર ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહ્યું કે શંકર ફળિયાનો ડિમોલિશન વિવાદ આગળ કયું સ્વરૂપ ધારણ કરે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top