વ્યારા : શંકર ફળિયાના બાકી બચેલા ઘરોનું ડિમોલિશન ન કરવા કલેક્ટરને આવેદન આપ્યું

0
તાજેતરમાં વ્યારા નગરના વોર્ડ નંબર પાંચમાં આવેલા શંકર ફળિયામાં 70 જેટલા ઘરોનું ડિમોલેશન કરી જમીન દોસ કરી દેવાયા હતા જે બાદ અન્ય ઘર માટે પણ નોટિસો આપી દેવાઈ હતી જેને લઈને આજરોજ વ્યારા ખાતે આવેલ શંકર ફળીયું ના વોર્ડ નં. 5 માં બેઘર થયેલ રહીશોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે રેલી યોજી આવેદન પત્રમાં આપ્યું હતું.




વ્યારા નગરમાં આજરોજ ઓલ ઇન્ડિયા યુવા દેવીપુજક મહામંડળના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગરભાઈ વી ઝાપડીયા તેમજ વોર્ડ નંબર પાંચના રહીશો દ્વારા એક રેલી યોજી અને તાપી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી દેવાયું હતું. જેમાં જણાવ્યા મુજબ વોર્ડ નં. 5 શંકર ફળીયુ માં ગત 22/6/230 નાં રોજ 70 ઘરોનું ડીમોલેશન કરવામાં આવેલું જેમાં 70 જેટલા પરીવારો ઘરવિહોણા થયેલ છે.

શંકર ફળીયા વોર્ડ નં. 5 ના રહીશોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો. જ્યાં રહેતા હોય તેજ વિસ્તાર માં ઘર આપો, તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અથવા અન્ય યોજના હેઠળ મળવા પાત્ર તમામ લાભો આપશોજી, તેમજ ત્યા બાકી રહેલા 40 થી ઉપરનાં ઘરોનું ડીમલેશન ન કરવા વિનંતી કરી છે. અને ડિમોલિશનનો ભોગ બનેલા પરિવારોને અન્ય જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા ન કરી આપવામાં આવે તો અમો ગાંધી ચીંધ્યા માર્ગે ભુખ હળતાલ પર ઉતરવાની ચીમકી આપી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top