રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની શરુઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં ફરી એક વખત ધોધમાર વરસાદ શરુ થયો છે.
રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના એસજી હાઈવે, ઘુમા, બોપલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ પડવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
અમદાવાદ શહેરમાં પ્રહલાદનગર, શ્યામલ, શિવરંજની, જીવરાજપાર્ક, વેજલપુર, વાસણા, પાલડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.



.png)