વાલોડ : કહેર રેલવે ગરનાળાની અંદર પાણી ભરાયુ, તંત્રની બેદરકારીને પગલે પાણીનો નિકાલ નહીં થતાં રોષ ફેલાયો

0
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કહેર ગામમાં રેલ્વે ફાટક પાસે અંડર ગ્રાઉન્ડ બનાવવામાં આવેલા રસ્તામાં પાણી ભરાઈ જતાં લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળા, કોલેજમાં ભણતાં બાળકોની હાલત કફોડી બની ગઈ છે. આ ફાટક નજીક પાણી ભરાઈ જતાં છથી સાત કિલોમીટરના ચકરાવો કરી જતાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે.




વાલોડ તાલુકાના બાજીપુરા કહેર રેલવેને જોડતા આજુબાજુ છ ગામના કહેર, કલમકુઈ, લોટરવા, બેડકુવા, બોરખડી, બાલદા, ધામોડલા સહિતના ગામોમાં મુખ્ય વ્યવહાર સંકળાયેલ છે. કહેર રેલવે ઓથોરિટી દ્વારા અંડર ગ્રાઉન્ડ રસ્તો રેલવે ફાટકની અંદર બનાવવામાં આવ્યો હતો. ચોમાસાની શરૂઆત થતાં આ પાણી ભરાઈ જતા લોકોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આજે ફક્ત એક કલાક વરસાદ પડ્યો હતો અને ફાટકની અંદર બંબાકારની પરિસ્થિતિને પગલે લોકોએ આ રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. શાળા કોલેજમાં ભણતા બાળકોએ છ કિલોમીટરનો ચકરાવો મારીને જતા મહા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાંથી પસાર થતી કહેર રેલવે ફાટક નંબર 40 સ્ટેશન આવેલું છે. આ ફાટક પરથી આજુબાજુ ગામના લોકોનો વ્યવહાર આ માગૅ ઉપર સંકળાયેલા છે. કહેર ગામ નિચાણવાળા વિસ્તારમાં છે. રેલવે ફાટકની પૂવૅ દિશામાં અંડર ગ્રાઉન્ડ રસ્તો બનાવવામાં આવ્યો હતો.

અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હતી. 

તે સમયે કહેર ગામના સરપંચ કંકુબેન ચૌધરી અને ગામજનોએ સંબંધિત અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હતી. ચોમાસામાં પાણી ભરાઈ રહે છે. પરંતુ રેલવે ઓથોરિટી દ્વારા પાણીના નિકાલ માટે સમ્પ બનાવવામાં આવ્યા નથી, જેને પગલે ફક્ત એક કલાક વરસાદ થયો અને રેલવે ફાટકની અંદર પાણી ભરાઈ જતાં લોકોને હાલાકી વેઠવી પડી રહી છે.

અનેક જગ્યાએ રજૂઆત છતાં કાર્યવાહી ન કરી
કહેર ગામ પંચાયત દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ પણ અધિકારીઓએ ગ્રામજનોને સાંભળ્યા નથી. પંચાયત દ્વારા રેલવેના સિનિયર સેક્શન અધિકારી, મામલતદાર, કલેકટર તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. કંકુબેન ચૌધરી, સરપંચ, કહેર

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top