ચુંટણી LIVE: એક કલાકમાં 4.82 ટકા મતદાન સૌથી વધુ માંડવીમાં અને સૌથી ઓછું લિંબાયતમાં મતદાન

News 16
0
સુરત જિલ્લાની ૧૬ વિધાનસભામાં આજે મતદાન પ્રકિયા દરમ્યાન મતદારો નો ભારે ધસારો જોવા મળતા શરૂઆત ના એક કલાકમાં ૪.૮૨ ટકા મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ માંડવીમાં ૬.૫૯ ટકા થયું હતું.


આજે સવારે સુરત શહેર અને જિલ્લાના ૪૬૩૭ મતદાન મથકો પરથી મતદાનની પ્રકિયા શરૂ થઈ હતી. અને સવારથી જ મતદાન મથકો પર મત આપવા માટે લાઇન શરૂ થઈ હતી. સવારે ૮ વાગ્યા થી ૯ વાગ્યા સુધીના એક કલાકમાં ૪૭,૪૫૯૮૦ મતદારોમાંથી ૨૨૮૬૮૫ મતદારોએ મતદાન કરતા ૪.૮૨ ટકા મતદાન થયું હતું. જેમાં ૧૪૫૪૮૪ પુરુષ અને ૮૨૮૨૭ સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે અન્ય ૧૬૦ માંથી ૪ મતદારોએ મતદાન કર્યું હતું. સૌથી વધુ માંડવીમાં ૧૬૨૬૯ મતદારો એ મતદાન થતાં ૬.૫૯ ટકા જ્યારે સૌથી ઓછો ૮૭૪૯ મતદારોએ મતદાન કરતા લિંબાયતમાં ૨.૮૨ ટકા જ થયું હતું

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top