ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. સવારે 11 વાગ્યા સુધીમાં 18.95 ટકા મતદાન થયું છે. મતદાન સાંજે 5.00 વાગ્યા સુધી ચાલશે. આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બનશે. આ બેઠકો પર 788 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે.
સુરતની વરાછા વિધાનસભા વિસ્તારમાં મતદાન દરમિયાન ભાજપ ઉમેદવાર કુમાર કાનાણી અને આપ ઉમેદવાર અલ્પેશ કથીરીયા આમને સામને આવી ગયા હતા. જે બાદ અલ્પેશ કથીરીયા કાકા કુમાર કાનાણીને પગે લાગ્યા હતા. કાકા કુમાર કાનાણીએ આશીર્વાદ આપ્યા હતા. કોણ જીતશે તેના જવાબમાં બંને જણાએ જનતા જીતશે તેમ જણાવ્યું હતું.
.jpg)

.png)