તાપી જિલ્લામાં ૧૭૧-વ્યારા અને ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારની યોજાનારી સામાન્ય ચૂંટણીના મતદાન માટે સોનગઢ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતેના ડિસ્પેચીંગ કેન્દ્રથી ઈવીએમ મોકલી દેતા ચૂંટણી શરૂ થઈ છે.તાપી જિલ્લાની વ્યારા વિધાનસભા બેઠક કે જેના પર હમેશાં કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. નવાઈની વાત તો એ છે કે, રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભારે લોકપ્રિયતા વચ્ચે પણ કોંગ્રેસે વ્યારા બેઠક જાળવી રાખી છે અને કોંગ્રેસના ધારાસભ્ય પુનાજી ગામીત છેલ્લી ચાર ટર્મથી વિજેતા બની ભાજપને હંફાવતા આવ્યા છે. જેને કારણે વ્યારા વિધાનસભા બેઠક આજદિન સુધી ભાજપ જીતી શક્યું નથી.
મોહન કોંકણીએ મતદાન કર્યું
ભાજપના ઉમેદવાર શ્રી મોહનભાઈ કોંકણી પોતાના સમર્થક સાથે મતદાન કરવા પહોંચ્યાં હતાં. મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
12 વાગ્યા સુધીમાં કયા જિલ્લામાં કેટલું મતદાન થયું ?
સૌથી વધુ ડાંગ અને તાપી જિલ્લામાં 30%, સુરત-ભરૂચ-દ્વારકા-બોટાદમાં 23%, કચ્છમાં 24%, જામનગર 25%, સુરેન્દ્રનગરમાં 24%, ગીર સોમનાથ 24%, જૂનાગઢ 25%, પોરબંદર 23%, ભાવનગરમાં 24%, બોટાદમાં 23%, અમરેલીમાં 24%, રાજકોટમાં 25%, મોરબીમાં 26%, ભરૂચમાં 23%, નર્મદામાં 28%, સુરતમાં 23%, નવસારીમાં 27%, તાપીમાં 30%, વલસાડમાં 26% મતદાન થયું.


.png)