પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના હત્યાકાંડ મામલે મોટી સફળતા મળી છે. મૂસેવાલા હત્યાકાંડના મુખ્ય આરોપીઓમાં સામેલ ગોલ્ડી બરાર અમેરિકામાં પકડાઈ ગયો છે.
ખાનગી સૂત્રો અનુસાર આરોપી ગોલ્ડી બરારને કેલિફોર્નિયા શહેરમાં ડિટેઈન કરવામાં આવ્યો છે. ઈન્ટરનેશનલ સોર્સથી ભારતની ખાનગી એજન્સીઓને એક મોટુ ઈનપુટ મળ્યુ છે. ગોલ્ડીને પોતે કેનેડામાં જીવનું જોખમ છે અને આ માટે તે કેલિફોર્નિયામાં રાજકીય શરણ લેવાના ફિરાકમાં છે.
ભારતની સુરક્ષા એજન્સીઓને એ વાતની જાણકારી મળી છે કે 20 નવેમ્બરે કે તેની આસપાસની તારીખમાં કેલિફોર્નિયામાં ગોલ્ડી બરારને ડિટેઈન કરવામાં આવ્યો હતો. જોકે અત્યાર સુધી કેલિફોર્નિયા તરફથી આ મામલે કોઈ સત્તાકીય જાણકારી ભારત સરકારને મળી નથી.
બીજી તરફ ખાનગી વિભાગ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો), ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી), દિલ્હી પોલીસ સ્પેશ્યલ સેલ અને પંજાબ ઈન્ટેલિજન્સને એ પ્રકારના ઈનપુટ મળ્યા છે કે કેલિફોર્નિયામાં ગોલ્ડી બરારને મુદ્દે મોટી હલચલ થઈ છે કે ત્યાં તેને પકડવામાં આવ્યો છે.
કુખ્યાત અને ઈન્ટરનેશનલ ગેંગસ્ટર ગોલ્ડી બરારની કેલિફોર્નિયાના શહેર સૈક્રામેન્ટો, ફ્રીઝો, અને સાલ્ટ લેકને પોતાનુ સેફ હાઉસ બનાવ્યુ હતુ. હાલ ગોલ્ડી બરાર કેલિફોર્નિયાના ફ્રેંસ્કો સિટીમાં રહેતો હતો.
વ્યવસાયે ટ્રક ડ્રાઈવર ગોલ્ડી બરાર કેનેડામાં ખૂબ જોખમ હોવાનું અનુભવતો હતો તેની પાછળનું કારણે એ પણ હતુ કે કેનેડામાં પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના મોટી સંખ્યામાં ચાહકો છે. આ સિવાય બમબીહા ગેંગના તમામ મોટા ગેંગસ્ટર અને લોરેન્સ બિશ્નોઈ પણ ગોલ્ડી બરારના ડઝનો દુશ્મનોમાં સામેલ છે.


.png)