ભારતીય યોજનાઓ કાર્યાન્વિત બનતાં નોકરીની તકો વધશે, શિક્ષણ પણ ફેલાવાશે : માસ્ટર્સ અને પી.એચ.ડી. કોર્સ શરૂ કરાશે
અફઘાનિસ્તાનના શહેરી વિકાસ અને આવાસ મંત્રી હમીદુલ્લા નોમાની તથા ભારતના રાજદૂત ભરતકુમાર વચ્ચે યોજાયેલી મંત્રણા દરમિયાન ભરત કુમારે બંને દેશો વચ્ચે સંબંધો સુધારવા તથા બંધ પડેલી પરીયોજનાઓ ફરી શરૂ કરવા અંગે, ભારતે તેની તત્પરતા વ્યક્ત કરી હતી.
ટોલો ન્યૂઝના રીપોર્ટ પ્રમાણે જાણવા મળ્યું છે કે, ભારતે દેશના કેટલાયે પ્રાંતોમાં બંધ પડેલી ઓછામાં ઓછી ૨૦૫૧ યોજનાઓમાં ફરી કામ શરૂ કરવાની તૈયારી દર્શાવે છે.
અફઘાનિસ્તાનના શહેરી વિકાસ અને આવાસ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ કમાલ અફઘાને કહ્યું હતું કે આ પરિયોજનાઓ પહેલાંની કારઝાઈ સરકાર દરમિયાન શરૂ કરવામાં આવી હતી, પરંતુ રાજકીય પરિવર્તન તથા અન્ય કારણોસર તેમાં વિલંબ થયો હવે, આ પરિયોજનાઓનો (પ્રોજેક્ટસ) ફરી શરૂ કરવા અમે ઇચ્છીએ છીએ.
આ અંગે અર્થશાસ્ત્રીઓ કહે છે કે તે પ્રોજેક્ટસ ફરી શરૂ થતાં અફઘાનિસ્તાનમાં નોકરીની તકો વધશે, અને દેશમાં વિકાસમાં વૃદ્ધિ થશે.
તેઓએ કહ્યું કે સ્થાનિક લોકોનું પણ આમ જ માનવું છે કે, આ પ્રોજેક્ટસ ફરી શરૂ થતાં બેકારી ઘટશે સાથે ગરીબી પણ ઘટશે અફઘાન ઇજનેરોની ક્ષમતા વધશે. આ ઉપરાંત, શિક્ષણ પણ વધારવા તથા માસ્ટર્સ અને પી.એચ.ડી. માટે ભારત તરફથી શિષ્યવૃત્તિ પણ આપવા ભારતને અનુરોધ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત મોહમ્મદ કલામ અફઘાને ભારતીય રોકાણકારોને અફઘાનિસ્તાનમાં રોકાણ કરી વ્યાપાર, ઉદ્યોગો સ્થાપવા માટે પણ આમંત્રણ આપ્યું હતું.
આમ છતાં હજી ભારતે તેના ઇજનેરો અને અન્ય ધંધાર્થીઓને અફઘાનિસ્તાનમાં મોકલવા કોઈ નિર્ણય લીધો નથી કારણ કે તે તેમની સલામતી માટે સચિંત છે. કારણ કે થોડા સમય પૂર્વે જ ત્યાં આતંકીઓએ કેટલીયે પરિયોજનાઓને તથા ધાર્મિક સ્થળોને નિશાન બનાવ્યાં છે.
તાલિબાનોએ સત્તા હાથ કરી તે પૂર્વે ભારતે ત્યાં આશરે ૩ બિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું. ભારતે હેરીન પ્રાંતમાં ૪૨ મે.વો. વીજળી ઉત્પન્ન કરી શકે તેવો સલમા બંધ બાંધી આપ્યો હતો. તેનું વિમોચન ૨૦૧૬માં કરાયું હતું તેને ભારત-અફઘાન મૈત્રીનું પ્રતીક મનાય છે.
અન્ય પરિયોજનાઓમાં ૯૦ મિલિયન ડોલરના ખર્ચે અફઘાન સંસદ ભવન પણ બનાવી આપ્યું હતું. ૨૦૧૬માં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કાબુલમાં પુર્નસ્થાપિત સ્ટોર પેલેસનું ઉદ્ધાટન પણ કર્યું હતું.
બીજી તરફ અફઘાનિસ્તાને પાકિસ્તાનને ખુલ્લી ધમકી આપી હતી કે તેના હજ્જારો તાલિબાન, પાકિસ્તાનમાં ઘૂસીને હજ્જારો ઘરોએ આગ લગાડી દેશે અને ઇસ્લામવાદને અફઘાનિસ્તાનનું બીજું પાટનગર બનાવી દેશે. કારણ કે પાકિસ્તાન અફઘાનિસ્તાનને દુનિયાભરમાં બદનામ કરી રહ્યું છે.


.png)