વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે.સાંજના 5 વાગ્યા સુધીમાં એકદંરે 72.87 ટકા મતદાન નોંધાયું છે. તાપી જિલ્લામાં 171-વ્યારામાં 65.29 ટકા અને 172-નિઝર વિધાનસભા મતવિસ્તારમાં 77.87 ટકા મતદાન નોધાયું છે. શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલી ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ જીતના દાવા કર્યા છે. જો કે, મતદારોએ ઈવીએમમાં સીલ કરેલો જીતનો કળશ કોના પર ઢોળાશે તે તો 8મી ડિસેમ્બરના રોજ જ જાણવા મળી શકશે.
ઉમેદવારોના જીતના દાવા
શાંતિપૂર્ણ રીતે યોજાયેલા મતદાનને લઈને જે તે પક્ષ દ્વારા પોતાના તરફી મતદાન થયાના દાવા કરવામાં આવ્યાં છે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા જીતના દાવા કરવામાં આવ્યાં છે. તથા આગામી 8મી ડિસેમ્બરે પોતે જ જીતશે તેવો આશાવાદ પણ ઉમેદવારો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.


.png)