ભાગેડુ નીરવ મોદી ટૂંક સમયમાં જ ભારત લાવવામાં આવી શકે છે. આ માટે બ્રિટનની હાઇકોર્ટે લીલી ઝંડી આપી છે. ત્યાંની હાઈકોર્ટ દ્વારા પ્રત્યાર્પણ રોકવાની અપીલ કરી હતી તે અરજીને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટનું કહેવું છે કે નીરવનું પ્રત્યાર્પણ કોઈ પણ રીતે અન્યાયી કે દમનકારી નહીં હોય.

તમને જણાવી દઈએ કે, ભારત લાંબા સમયથી નીરવ મોદીનું પ્રત્યાર્પણ ઈચ્છે છે. પરંતુ બ્રિટનમાં બ્રિટનમાં આશરો લઈ રહેલો નીરવ મોદી એ કાર્યવાહીથી બચવા માટે સતત અલગ-અલગ દલીલો આપી રહ્યો છે. બ્રિટન હાઇકોર્ટમાં નીરવનો વકીલ કહે છે કે, તે ડિપ્રેશનનો શિકાર છે અને ભારતની જેલમાં જેવી સ્થિતિ છે તે સુસાઈડ પણ કરી શકે છે. આ આધારે પ્રત્યાર્પણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરંતુ બ્રિટનની હાઇકોર્ટે સુનાવણી પછી નીરવ મોદીની અરજી ફગાવી દીધી છે.
આ પહેલા પણ જ્યારે આ મામલાની સુનાવણી થઈ ત્યારે જસ્ટિસ રોબર્ટ જે એ ભારપૂર્વક કહ્યું હતું કે, બ્રિટન સાથે ભારતના સારા સંબંધો છે અને 1992ની ભારત-યુકે પ્રત્યાર્પણ સંધિનું સન્માન કરવું જરૂરી છે. કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે વેસ્ટમિનિસ્ટર કોર્ટે ગયા વર્ષે પ્રત્યાર્પણને લઈ જે નિર્ષય કર્યો હતો, તે એકદમ સાચો હતો. કોર્ટે તે પણ તર્ક આપ્યો કે સુસાઈડનું જોખમ બતાવવું પ્રત્યાર્પણની વિરુદ્ધનો આધાર ન બની શકે.
હાલ નીરવ મોદીની ટીમે હાઈકોર્ટના આ નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપી નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે કોર્ટના નિર્ણયની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી શકે છે. 14 દિવસની અંદર નીરવ મોદીએ ત્યાંની સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવો પડશે. પરંતુ સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલે સુનાવણી ત્યારે થશે, જ્યારે હાઇકોર્ટ તરફથી એ કહેવામાં આવે કે અરજી જનહિતની છે.