સૌથી મોટા સમાચાર, ગુજરાત કૉંગ્રેસની 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

News 16
0
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કૉંગ્રેસની 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ છે.



અંજારથી રમેશભાઈ ડાંગરને ટિકિટ આપવામાં આવી છે. ડિસા બેઠક પરથી સંજય ગોવાભાઈ રબારીને ટિકિટ આપી છે. ગાંધીનગર સાઉથથી ડૉ હિમાંશુ વી પટેલને ટિકિટ આપી છે. ઘાટલોડિયા બેઠક પરથી અમીબેન યાજ્ઞિકને ટિકિટ આપી છે. એલિસબ્રિજ પરથી ભિખુ દવેને ટિકિટ અપાઈ છે. અમરાઈવાડીથી ધર્મેંદ્ર શાંતિલાલ પટેલ, દસક્રોઈથી ઉમેદી બુધાજી ઝાલાને ટિકિટ અપાઈ છે.




રાજકોટ સાઉથથી હિતેશભાઈ એમ વોરા, રાજકોટ ગ્રામ્ય બેઠક પર સુરેશ બથવારને ટિકિટ આપવામાં આવી છે. જસદણ બેઠક પરથી ભોળાભાઈ ગોહીલને ટિકિટ આપી છે.
જામનગર નોર્થ બેઠક પરથી બિપેંદ્રસિંહ ચતુરસિંહ જાડેજા, પોરબંદર બેઠક પરથી અર્જૂનભાઈ મોઢવાડિયાને ટિકિટ આપવામાં આવી છે. કુતિયાણા બેઠક પરથી નાથાભાઈ ભુરાભાઈ ઓડેદરા, માણાવદર બેઠક પરથી અરવિંદભાઈ ઝીણાભાઈ લાડાણી, મહુવા બેઠક પરથી કનુભાઈ કળસરીયાને ટિકિટ આપવામાં આવી છે. નડિયાદ બેઠક પરથી ધ્રૃવલ સાધુભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે.
મોરવાહડફ બેઠક પરથી સ્નેહલતાબેન ગોવિંદભાઈ ખાંટ, ફતેપુરા બેઠક પરથી રુધુભાઈ દિતાભાઈ માચર, ઝાલોદ ડૉ મિતેશ કે ગરાશિયા, લિમખેડા બેઠક પરથી રમેશ કુમાર ગુંદિયાને ટિકિટ અપાઈ છે. સંખેડા બેઠક પરથી ભિલ ધિરુભાઈ ચૂનિલાલને ટિકિટ આપવામાં આવી છે. સયાજીગંજ બેઠક પરથી અમી રાવતને ટિકિટ આપી છે.
અકોટા બેઠક પરથી રુત્વિક જોશી, રાવપુરા બેઠક પરથી સંજય પટેલ, માંજલપુર બેઠક પરથી કૉંગ્રેસે ડૉ તશવીન સિંહને ટિકિટ આપી છે. ઓલપાડ બેઠક પરથી દર્શન કુમાર અમૃતલાલ નાયક, કામરેજ બેઠક પરથી નિલેશ કુંભાણીને ટિકિટ આપી છે. વરાછા રોડ બેઠક પરથી પ્રફુલભાઈ છગનભાઈ તોગડીયા, કતારગામ કલ્પેશ હરજીવનભાઈ વરીયા, સુરત વેસ્ટ સંજય રમેશ ચંદ્ર પટવા, બારડોલી બેઠક પરથી પન્નાબેન અનિલભાઈ પટેલ, મહુવા બેઠક પરથી હેમાંગીની દિપકકુમાર ગરાશીયા, ડાંગ બેઠક પરથી મુકેશભાઈ ચંદ્રભાઈ પટેલ, જલાલપોર બેઠક પરથી રણજિતભાઈ ડાયાભાઈ પંચાલ, ગણદેવી બેઠક પરથી શંકરભાઈ વી પટેલ, પારડી બેઠક પરથી જયશ્રી પટેલ, કપરાડા વસંતભાઈ પટેલ અને ઉમરગામ બેઠક પરથી નરેશભાઈ વજીરભાઈ વલવીને ટિકિટ આપવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top