ભાજપમાં પરિવારવાદ ચલાવવા ઈચ્છતા નેતાઓમાં હડકંપ

News 16
0
ભાજપમાં પરિવારવાદ ચલાવવા ઈચ્છતા નેતાઓમાં હડકંપ છે. ભાજપે મિશન 2022 માટે લીધેલા નિર્ણયથી હડકંપ મચ્યો છે. વર્તમાન ધારાસભ્યો કે સાંસદોના સંતાનોને ભાજપ ટીકીટ નહિ આપે.

ભાજપમાં પરિવારવાદ ચલાવવા ઈચ્છતા નેતાઓમાં હડકંપ છે. ભાજપે મિશન 2022 માટે લીધેલા નિર્ણયથી હડકંપ મચ્યો છે. વર્તમાન ધારાસભ્યો કે સાંસદોના સંતાનોને ભાજપ ટીકીટ નહિ આપે. સાંસદ મનસુખ વસાવા અને ભરતસિંહ ડાભીના અનુભવથી કેટલાક નેતાઓ ચિંતામાં મુકાયા છે. મનસુખ વસાવા અને ભરતસિંહ ડાભીએ સંતાનો માટે ટિકિટ માગી હતી.

બંને સાંસદોને ભાજપના નેતૃત્વએ ટિકિટ આપવાની ના પાડી દીધી છે. ઉંમર વધતી હોય તેવા કેટલાક નેતાઓ સંતાનોને સેટ કરવા ઈચ્છતા હતા. ટર્મ વધતી હોય અને લોકપ્રિયતા ઘટતી હોય તેવા નેતાઓ પોતાના સંતાનોને સેટ કરવા ધમપછાડા કરતા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top