વ્યારાના ઘાટા ગામે શાળા પ્રવેશોત્સવ અને સન્માન સમારોહ યોજાયો

0

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઘાટા ગામની પ્રાથમિક શાળા ખાતે ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’અને સન્માન સમારોહનો માનનીય સાંસદશ્રી પ્રભુભાઈ એન. વસાવાની ઉપસ્થિતિમાં થયો.

નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે શાળામાં પ્રવેશ મેળવતા નાના ભૂલકાઓ અને કિશોરોને સાંસદશ્રી પ્રભુભાઈ એન. વસાવાએ આવકારીને તેમનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વર્ષ દરમિયાન સૌથી વધુ હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને સંસદશ્રીના હસ્તે પ્રશસ્તિપત્ર અને મેડલ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.અને ઘાટા ગામનું ગૌરવ ડેપ્યુટી કલેક્ટર માનનીય શ્રી દિનેશભાઇ ગામીત અને નેશનલ મેડાલિસ્ટ અપેક્ષા ગામીત અને સ્ટેટ મેડાલિસ્ટ પ્રિયાંશી ગામીતનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, ગામના આગેવાનો, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top