એક નારાજ ‘આપ’ નેતા રાજભા ઝાલાએ આમ આદમી પાર્ટી પર ઇન્દ્રનીલ રાજ્યગુરુનો આર્થિક ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, પાર્ટીમાં નવા નેતાઓ આવે એટલે જૂના નેતાઓને સાઈડલલાઇન કરવામાં આવી રહ્યા છે. તેમજ કેજરીવાલ કોઈને મળતા ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
આમ આદમી પાર્ટીએ સીએમ ચહેરા તરીકે ઈસુદાન ગઢવીનું નામ જાહેર કર્યું તે અંગે રાજભા ઝાલાએ કહ્યું કે, ઈસુદાન ગઢવીનું નામ બહુમતી વગર જ સંગઠન દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું હતું.


.png)