ભાજપે આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં 14 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. વિરમગામથી હાર્દિક પટેલને ટિકિટ આપી છે. જ્યારે ઘણા સિનિયર નેતાઓને કાપવામાં આવ્યા છે.
આ નેતાઓ કપાયા
- બ્રિજેશ મેરજા
- આર સી ફળદુ
- વાસણ આહિર
- વિજય રૂપાણી
- નીતિન પટેલ
- ભુપેન્દ્રસિંહ ચુડાસમા
- મધુશ્રી વાસ્તવ
- હિતુ કનોડિયા
- વલ્લભ કાકડિયા
- લાખાભાઈ સાગઠીયા
- હકુભા જાડેજા
- ગોવિંદ પટેલ
- અરવિંદ પટેલ
- સુરેશ પટેલ
- કિશોર ચૌહાણ
- અરવિંદ રૈયાણી
- જગદીશ પટેલ
- રાકેશ શાહ
ઇડર બેઠક પરથી હિતુ કનોડિયાની ટિકિટ કાપવામાં આવી છે જ્યારે આ બેઠક પર રમણભાઇ વોરાને ટિકિટ આપવામાં આવી છે. ડીસા બેઠક પરથી શશિકાંતની ટિકિટ કાપવામાં આવી છે તેમના સ્થાને પ્રવિણમાલીને ટિકિટ અપાઇ છે.
રાવપુરા બેઠક પરથી રાજેન્દ્ર ત્રિવેદીની ટિકિટ કપાઇ છે. તેમના સ્થાને બાલકૃષ્ણ શુક્લાને ટિકિટ અપાઇ છે. વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપવામાં આવી છે. તેમના બદલે અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવી છે. રાજકોટ પૂર્વથી અરવિંદ રૈયાણીની ટિકિટ કપાઇ છે તેમના બદલે આ બેઠક પર ઉદય કાનગડને ટિકિટ અપાઇ છે.