પાદરા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર દિનુમામાએ ભાજપમાંથી રાજીનામુ આપી દીધું છે. જોકે તેમના રાજીનામાં બાદ ભાજપને વધુ એક ઝાટકો લાગ્યો છે. પાદરા તાલુકા પંચાયતના ભાજપમાં ચૂંટાયેલા 16 સભ્યોએ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામાં આપી દીધા છે.
ભાજપમાંથી દિનુમામા બાદ પાદરા તાલુકા પંચાયતના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા તથા ઉપપ્રમુખ ઉષાબેન ચૌહાણ તથા કારોબારી ચેરમેન હરેશ પટેલ સહિત ન્યાય સમિતિના ચેરમેન પુષ્પાબેન પરમાર સહિત દંડક પ્રદીપભાઈ જાદવ સહિત કુલ 15 સભ્યો ભાજપના અને 1 અપક્ષના ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદશ્ય સહિત કુલ 16 ચૂંટાયેલા સદશ્યોએ રાજીનામા આપી દેતા રાજકારણ ગરમાયું છે. ભાજપે મામાની ટિકિટ કાપતા નારાજ તાલુકા પંચાયતના સદશ્યએ રાજીનામાં આપી દીધા છે. હજુ પણ અનેક હોદેદારો દિનુમામાના સમર્થનમાં રાજીનામાં આપી શકે છે.