Tapi: નિઝરમાં આઉટસોર્સના કર્મચારીઓ દ્વારા સમાન કામ સમાન વેતનની માગ

News 16
0
તાપીના નિઝર તાલુકામા આઉટસોર્સના કર્મચારીઓ દ્વારા સમાન વેતન સમાન કામ સહિત અનેક પ્રશ્નો સાથે પ્રાંતને આવેદન આપવામાં આવ્યું છે. આવેદનમાં જણાવ્યા મુજબ ઓછા પગાર અને શોષણની અંદર કામગીરી કરવી પડી રહી છે. ગુજરાતની અંદર સરકારી વિભાગ હોય કે પછી કેન્દ્ર કે રાજ્ય સરકારની યોજનાઓમાં કામગીરી કરતા કર્મચારીઓ હોય કે જેઓ સમાન હોદ્દા કે સમાન કેડરનાં હોય તો તેમના પગારમાં ઘણા તફાવત હોય, જેનું ખાસ કારણ છે કે ગુજરાતની અંદર કરાર આધારિત આઉટસોર્સ અને રોજમદાર કર્મચારીઓ માટે યોગ્ય પગાર અંગેની નીતિ નથી.

કરાર આધારિત આઉટસોર્સ અને રોજમદાર કર્મચારીને કાયમી કરવામાં આવે અથવા સમાન કામ સમાન વેતન અંતર્ગત સમાન કેડરના કર્મચારીઓની જેમ પગારના તમામ લાભો આપવામા આવે, કાયમી કર્મચારીઓને મળતી રજાઓના લાભો મેડિકલના લાભો, એલ.ટી.સી. અને જીવન વીમાના લાભો આપવામા આવે, સરકારની અલગ અલગ યોજનાઓ લાભોને લોકો સુધી માત્ર કમિશન મેળવીને પહોંચાડવાની કામગીરી કરતા કર્મચારીઓને યોગ્ય પગાર સ્કેલ અને કેડર નક્કી કરીને સરકારનાં પ્રવાહમાં સમાવવામાં આવે.

સરકારના વિભાગોના આઉટસોર્સ અને રોજમદાર કર્મચારીને મળે ભારતના અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જેવાં કે હિમાચલ પ્રદેશ,હરિયાણા, ચંદીગઢ,મણિપુર, આસામ, ઓડિસ્સા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, દમણ દીવ વગેરેમાં આવા તમામ પ્રકારના કર્મચારીઓને કાયમી કરવા કે કાયમી કર્મચારીઓને મળતા લાભો આપવા અંગેનો નિર્ણય કરેલ છે અને તેમના જીવનમાં ખુશીઓ લાવેલ છે.આજના સમયમાં ખૂબ જ મોંઘવારીનો માર જ્યારે પડી રહ્યો છે ત્યારે જો ઉપર મુજબની રજૂઆતો પર કોઇ લેવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top