તાપી જિલ્લાના વાલોડ તાલુકામાંથી પસાર થતી લોકમાતા પૂર્ણા નદીમાં ઉપરવાસમાં ચાર દિવસથી ધોધમાર વરસાદને પગલે ઘોડાપૂર આવતા પૂર્ણા નદીમાં આવેલા ચેકડેમ છઠ્ઠી વખત પાણીમાં ડૂબી જતાં વાહન વ્યવહાર બંધ થતાં લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વિરપોર પેલાડબુહારી પુણૉનદીના કિનારે આવેલ ચેકડેમ પાણીમાં ડૂબી જતાં વાહન વ્યવહાર બંધ થતાં વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓ, ખેડૂતો,ખેતમજૂરોની હાલત કફોડી બની છે. સ્કૂલ, કોલેજ, શાળામાં ભણતા બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે. વિદ્યાર્થીઓએ વાયા બુહારી થી ચકરાવો કરીને જવું પડે છે. વિરપોર ગામના ખેડૂત, ખેતમજુરોની હાલત કફોડી બની ગઈ છે.
વિરપોર ગામના ખેડૂત ખાતેદારની જમીન પેલાડબુહારી ગાંગપુર,બાગલપુર,વાંકલા,ઘાણી ગામમાં આવેલી છે. દિવસ દરમ્યાન ખેડૂતો અને ખેતમજૂરો માટે અવરજવર માટે ઉપયોગી બન્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કોઝવે ચેકડેમ સામાન્ય વરસાદથી પાણીમાં ડૂબી જતાં વાહન વ્યવહાર બંધ થઈ જતાં સ્થાનિક લોકોએ હાલાકી ભોગવવી પડે છે.

.png)