વ્યારા આરોગ્ય વિભાગના આઉટસોર્સ કર્મચારીઓ દ્રારા આવેદનપત્ર આપવામાં આવ્યું.

News 16
0
ગુજરાત સરકારનાં કરાર આધારિત, આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓની પગારની નીતિ બનાવવા બાબતે આરોગ્ય વિભાગ દ્વારા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું. 


કરાર આધારિત, આઉટસોર્સ અને રોજમદાર તરીકે ખુબ જ નજીવા પગાર અને શોષણની અઢળક કામગીરી કરવી પડી રહી છે. ગુજરાત આજે એક મોડેલ તરીકે સમગ્ર ભારતની છાપ છોડી રહ્યુ છે, ગુજરાત મોડેલને તમામ દિશાઓમાં આગળ રાખવા માટે અમો કર્મચારીઓ પોતાનો ખૂન પસીનો એક કરીને સતત કામગીરી કરી રહ્યા છે.

કરાર આધારિત આઉટસોર્સ અને રોજમદાર કર્મચારીને કાયમી કરવામાં આવે અથવા સમાન કામ સમાન વેતન અંતર્ગત સમાન કેડરના કર્મચારીઓની જેમ પગારના તમામ લાભો આપવામા આવે, કાયમી કર્મચારીઓને મળતી રજાઓના લાભો મેડિકલના લાભો, એલ.ટી.સી. અને જીવન વીમાના લાભો આપવામા આવે, સરકારની અલગ અલગ યોજનાઓ લાભોને લોકો સુધી માત્ર કમિશન મેળવીને પહોંચાડવાની કામગીરી કરતા કર્મચારીઓને યોગ્ય પગાર સ્કેલ અને કેડર નક્કી કરીને સરકારનાં પ્રવાહમાં સમાવવામાં આવે.

વધુમાં ભારતના અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જેવા કે હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદિગઢ, મણીપુર, આસામ, ઓડીસા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, દમણ-દીવ વગેરેમાં આ પ્રકારના કર્મચારીઓને કાયમી કરવા કે કાયમી કર્મચારીઓને મળતા લાભો આપવા અંગેનો ઐતિહાસિક નિર્ણય ગુજરાત સરકારમાં લેવામાં આવે તેમ આઉટસોર્સ કર્મચારીઓએ ઉમેર્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top