છેલ્લા થોડા સમયથી માલધારી સમાજ વિવિધ મુદ્દાને લઈને સરકારની સામે પડ્યો છે. ગઈકાલે અમરોલી, છાપરાભાઠા અને વેડરોડ વિસ્તારમાં માલધારીઓએ રાતે બેઠકો કરી હતી. જેમાં એકસૂર સાથે લડાઈ લડવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. આજે માલધારીઓ દ્વારા પોતાના તબેલાઓનું દૂધ નહીં વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ માલધારીઓનું હજારો લીટર દૂધ એક જ જગ્યાએ એકત્રિત કરીને પીલાણ માટે મશીન લગાડી દૂધ ગરીબોને વિતરણ કરવાનું શરૂ કર્યું
દૂધ પીલાણ માટે મશીન લગાડ્યું
માલધારીઓ દ્વારા હજારો લીટર દૂધનું પીલાણ કરવા માટે મશીનની વ્યવસ્થા કરવામાં આવી છે. દૂધ પીલાણ દરમિયાન મલાઈ કાઢી ઘી બનાવવામાં આવી રહ્યું છે. આ ઘીના લાડુ બનાવી ગાય અને કૂતરાને ખવડાવીને સરકાર સામે અનોખી રીતે વિરોધ કરવામાં આવનાર છે. માલધારીઓ પોતાની તમામ માંગોને લઈને મક્કમ જોવા મળી રહ્યા છે.
માલધારી લડી લેવાના મૂડમાં
સુરત માલધારી મહા પંચાયત સહકન્વીનર અશ્વિન રબારીએ જણાવ્યું હતું કે સરકાર માત્ર એક મુદ્દાને લઈને માલધારીઓ સાથે હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. પરંતુ માલધારીઓ અન્ય 9 મુદ્દાની માંગોને લઈને માલધારીઓ સરકાર સામે વિરોધ યથાવત રાખશે. આગામી સમયમાં ગુજરાત માલધારી મહા પંચાયત દ્વારા જે કાર્યક્રમો નક્કી થાય એ પ્રમાણે સુરતના માલધારીઓ દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવશે.



.png)