સુરત : સરકારને ખાડા તો નથી દેખાતા પણ લોકોના રોજ તૂટતા હાડકાંના એક્સ-રે તો જુએ!

0
આ વખતે ચોમાસામાં ભારે વરસાદે રસ્તા ધોઈ નાંખ્યા છે. શહેરભરમાં વધતા ઓછા અંશે રસ્તાઓની સ્થિતિ દયાજનક છે. પાલિકાએ દાવો કર્યો હતો કે તુટેલા રસ્તાઓનું રિપેરિંગ અને રિકાર્પેટિંગ કરી દેવાયું છે. જો કે, શહેરના રસ્તાઓએ જ આ દાવાને ઉઘાડો પાડી દીધો છે. તુટેલાં રસ્તાઓના કારણે વાહનચાલકોની સાથે સાથે રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે.

તુટેલા રસ્તાઓની મરામત ફકત કાગળ પર
રોજ એક્સિડન્ટ થાય છે. કેટલાંકના તો જીવ પણ ગયા છે. તુટેલા રસ્તાઓની મરામત ફકત કાગળ પર દેખાય છે. જ્યારે ખાડા લોકો માટે જીવલેણ સાબિત થઇ રહ્યાં છે. પાલિકાની આંખ ઉઘડે અને લોકોની હેરાનગતિ તંત્ર સુધી પહોંચે તે માટે ભાસ્કરે એક પ્રયોગ કર્યો છે, જેમાં તુટેલા રસ્તા અને ખાડાના કારણે જેઓ ઘાયલ થયા તેમના એક્સરે મેળવ્યા છે. ભાસ્કરે આ મુદ્દે સ્ટેન્ડ લીધું છે કે, તુટેલા રસ્તાના કારણે ઇજા પામેલા લોકોના એક્સરે પ્રકાશિત કરીશું. પાલિકાને ભલે તુટેલા રસ્તા કે ખાડા નજરે ન પડે પરંતુ ભાંગેલા હાડકાં તો એક્સરેમાં દેખાશે ને.



ગત ઓગસ્ટમાં 236 અકસ્માત હતા
શહેરમાં 23 ટકા રોડ અકસ્માત ખાડાઓને કારણે થાય છે. આ વર્ષે મેમાં અકસ્માતના 299 કેસ નોંધાયા, જૂનમાં 324 થયા. જુલાઈમાં 286 અને ઓગસ્ટમાં 352 કેસ નોંધાયા હતા. જો ગત વર્ષની વાત કરીએ તો જૂનમાં અકસ્માતના 266 કેસ નોંધાયા હતા. જુલાઈમાં આ સંખ્યા વધીને 289 થઈ હતી અને ઓગસ્ટમાં 236 અકસ્માતના કેસ નોંધાયા હતા.

કેસ :1
ધુલિયાના 45 વર્ષીય ગંગારાજ
ટેમ્પોમાં માલની ડિલિવરીનું શરૂ કર્યું. 9 ઓગષ્ટે ડિંડોલી મહાદેવનગરમાં ખાડામાં વ્હીલ ફસી જતાં ટેમ્પો પલ્ટી ગયો. ગંગારાજના હાથ અને પગમાં ફ્રેક્ચર થયું. સિવિલમાં સર્જરી કરીને પ્લેટ્સ લગાવવામાં આવી. પરિવાર પણ હાલાકી ભોગવે છે.

કેસ : 2
પાંડેસરાના 50 વર્ષના રાજકુમારસિંહ
ખાનગી કંપનીમાં મશીન ચલાવે છે. તેઓ 18 જુલાઇના રોજ બાઇક પર નોકરીએ જતા હતાં. પાંડેસરામાં ખાડાના કારણે બાઇક સ્લીપ થઇ ગઇ હતી. જેમાં તેમના પગનું હાડકું તુટી ગયું. સિવિલમાં પગનું ઓપરેશન કરી પ્લાસ્ટર લગાવવામાં આવ્યું છે.

કેસ : 3
કડોદરામાં રહેતા 40 વર્ષીય બલરામ સિંહ
ગેરેજમાં કામ કરે છે. 18 જુલાઇએ જોલવા પાટીયા પાસે ખાડામાં પાણી ભરાયેલું હતું. આ દરમિયાન બાઇક ખાડામાં જઇને સામેથી આવતી એક કાર સાથે ભટકાઇ ગયું હતું. જેમાં તેમની પગની આંગળીમાં ફ્રેક્ચર થઇ ગયું. સારવાર માટે સિવિલ લવાયા હતા.

કેસ : 4
ઉમરાગામ ના 23 વર્ષીય વિરેન્દ્ર સિરસાઠ
પાલિકાના પાર્ટીપ્લોટમાં સિક્યુરિટી ગાર્ડ છે. ગત 2 સપ્ટેમ્બરે તેઓ બાઇક પર જતા હતાં ત્યારે ભટારમાં બાઇક ખાડામાં ખાબકી ગઈ હતી. આ અકસ્માતમાં તેમના ઘુંટણ અને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. ત્યાંથી તેમને હોસ્પિટલમાં લઇ જવાયા હતા.

વરસાદના પાણીને લીધે રોડ પરના ખાડા ઢંકાઇ જતાં અકસ્માત સર્જાય છે

ડો હરિ મેનન, HOD ઓર્થો, સિવિલ
ચોમાસામાં અકસ્માત વધે છે. જેનું મહત્વપૂર્ણ કારણ રસ્તા પર પડેલા ખાડા પણ છે. માર્ગ અક્સ્માતના કેસોમાં મોટાભાગના દર્દી માથા પર ઇજા થવાના આવે છે. સાથે સ્પાઇનલ ઇન્જરીના કેસ સામે આવે છે. વરસાદના પાણીના પગલે ખાડા ઢંકાઇ જાય છે. જેના કારણે બાઇક ચાલકો સ્લીપ થઇ જાય છે. આવી ઘટનાઓમાં હાથ-પગના હાડકાં તુટવાનો કેસો સામે આવતા હોય છે.

વરસાદ બાદ તમામ રોડનું ફરી પેચવર્ક કરાશે
વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ ઝડપથી થઈ રહ્યું છે. પરંતુ વરસાદ પડે છે, ત્યારે પરિસ્થિતિ ફરી વણસે છે. ફરીથી ખાડાઓ પડી ગયા છે. કામગીરી અવિરત ચાલી રહી છે. જો કે ચોમાસાનો છેલ્લો તબક્કો છે. હવે શહેરના તમામ રસ્તાઓનું પેચવર્ક કરવામાં આવશે. > બંછાનિધિ પાની, કમિશનર, મ્યુનિસિપલ કોર્પોરેશન​​​​​

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top