વાંસદા-ચીખલીના ધારાસભ્યને છાત્રો બસની અસુવિધા બાબતે જાણ કરતા વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને વાલીઓ સાથે વિદ્યાર્થીઓને સાથે લઈ ખાટાઆંબાથી બોરિયાછ માધ્યમિક શાળા સુધી પદયાત્રા કરી હતી. જેને પગલે માત્ર 6 દિવસમાં ધરમપુર-ખાનપુર-મોળાઆંબા-કણધા- ખાટાઆંબા-બોરિયાછ-વાંસિયાતળાવથી વાંસદાની એસ.ટી.બસ ચાલુ કરવામાં આવી હતી.
વાંસદા તાલુકાના અંતરિયાળ ગામોમાં વર્ષોથી એસ.ટી.બસના અભાવ હતો. જેમાં ખાટાઆંબાના વિદ્યાર્થીઓએ 8 કિલોમીટર બોરિયાછ ગામે આવેલી માધ્યમિક શાળા સુધી ચાલતા જવું પડતું હતું. વિદ્યાર્થીઓને ચાલતા જતાં સમય ખૂબ બગડતો હતો. આ અંગેની જાણ વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ કરી હતી. જેથી ધરાસભ્ય વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે તાત્કાલિક ખાટાઆંબાથી બોરિયાછ સુધી 8 કિલોમીટરની પદયાત્રા કરી હતી.
જેનાથી એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક દ્વારા તાત્કાલિક માત્ર 6 દિવસમાં એસ.ટી.બસ ધરમપુર, ખાનપુર, મોળાઆંબા, કણધા, ખાટાઆંબા, બોરિયાછથી વાંસદા સુધીની સવારે 9થી 10 કલાક સુધી વાંસદા પહોંચશે. આજથી બસ ચાલુ થતા ધારાસભ્ય અનંત પટેલ અને એમની ટીમ દ્વારા બસની પૂજા અર્ચના કરી નારિયળ વધેરીને ચાલક તથા કંડકટરને શુભકામના પાઠવી હતી.
આ સાથે વિદ્યાર્થીઓ સાથે ખાટાઆંબાથી બોરિયાછ સુધી બસમાં મુસાફરી કરી હતી. વર્ષો પછી આ વિસ્તારમાં બસ જોતા સ્થાનિકોમાં આનંદ ફેલાયો હતો. આ પ્રસંગે પ્રમુખ નિકુંજભાઈ, ચંદુભાઇ જાદવ, હસમુખભાઈ, હિતેશભાઈ, નવીનભાઈ, રાકેશભાઈ, નરેશભાઇ તુંમડા, ચંપાબેન, રૂમશીભાઈ અને સ્થાનિકો હાજર રહ્યાં હતા.
અવારનવાર માંગણી કરવા છતાં બસ ચાલુ કરાતી ન હતી
ખાટાઆંબા વિસ્તારમાં વર્ષોથી બસનો અભાવ હતો. અવારનવાર માંગણી કરવા છતાં બસ ચાલુ કરવામાં આવતી ન હતી. વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને જાણ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ જોડે પદયાત્રા કરી બસની માંગણી કરી હતી. જેને પગલે તંત્રે બસ ફાળવણી કરતા આ વિસ્તારના લોકોમાં ખુશી ફેલાઇ છે. આ સાથે ધારાસભ્ય અનંત પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. >ગીતેશ જોગરિયા, સ્થાનિક

.jpg)

.png)