દાદરીયા સુગરના સભાસદોને કોપર સુગરમાં સભાસદ બનાવવા બાબત વાલોડ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ સમિતિ દ્વારા લખેલ પત્ર અનુસંધાને સભાસદોને કોપર સુગરના સભાસદ બનાવવા નિયમોનુસાર યોગ્ય કાર્યવાહી કરવા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખાંડ નિયામક ગાંધીનગરને પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.
વાલોડ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ ફડચા સભાસદ સમિતિના અજયભાઈ ગામીત દ્વારા તા. 05/04/2022 ના રોજ મુખ્યમંત્રીને પત્ર લખી દાદરીયા સુગરના સભાસદોને કોપર સુગરમાં સભાસદ બનાવવા પત્ર લખી જણાવવામાં આવ્યું હતું કે દાદરીયા સુગરમાં પછાત વિસ્તારના 18000 સભાસદો ધરાવતી મંડળી છે, જેના 80 ટકા સભાસદો આદિવાસી અને નાના સીમાંત ખેડૂતો છે. રાજ્ય સહકારી બેંકમાંથી લોન મેળવી 1997-98 માં સુગર ચાલુ કરી હતી, પરંતુ નાણાકીય સ્થિતિ નબળી હોવાથી 2002માં સુગર બંધ થઈ હતી.
વહીવટદાર ફડચા અધિકારી તરીકે રાજ્ય સહકારી બેંકની નિમણૂક થઇ હતી, જેમાં બેંકે ગેરકાયદેે સિક્યુરિટાયજેશન એક્ટ હેઠળ મંડળીની 100 કરોડની મિલકતો કબજે કરી પાંચ સુગર ફેક્ટરીની બનેલ સંસ્થા કોપર સુગરને ફક્ત 27 કરોડમાં વેચાણ કરી હતી, જેને માજી ચેરમેન તથા સાંસદ છીતુભાઈ ગામીતે ડેબટ રિકવરી ટ્રીબ્યુનલમાં પડકારતા બેંક દ્વારા મિલકત જપ્તી તથા વેચાણની કાર્યવાહીને ગેરકાયદે ઠેરવી હતી. ખેડૂતોના હિત માટે કોપર સુગરને આપવામાં આવી હતી.
સભાસદોને કોપર સુગર અથવા તેની સલંગ્ન સુગર ફેક્ટરીમાં સભાસદો બનાવી હિત સાચવવાની શરત હતી, પરંતુ દાદરીયા સુગરના સભ્યોને કોઈપણ સંસ્થામાં સભાસદ બનાવ્યા નથી. સુગર ફેક્ટરીના સભાસદોને કોપર સુગરમાં સભાસદ બનાવી ન્યાય આપવા સભાસદ સમિતિ દ્વારા સરકારને કાર્યવાહી કરવા જણાવ્યું હતું, જેને પગલે સરકાર દ્વારા 14 જુલાઈ 2022ના રોજ રાજ્યકક્ષાના મંત્રી કૃષિ ઉર્જા અને પેટ્રો કેમિકલ્સનું કાર્યાલયના અંગત સચિવ દ્વારા સહકાર કાર્યાલયને આ બાબતે નિયમોનુંસાર યોગ્ય કાર્યવાહી કરવા જાણ કરી હતી, જેમાં 20 ઓગસ્ટ 2022ના રોજ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગાંધીનગર દ્વારા ખાંડ નિયામકને પત્ર લખી રજૂઆતના વિષય બાબતે નિયમોનુસાર કાર્યવાહી કરવા તથા કાર્યવાહીની જાણ કરવા જાણ કરવામાં આવી છે.
18000 સભાસદોને વર્ષોથી અન્યાય થયો હતો
દાદરીયા સુગર ફંક્ટરીમાં સભાસદ સમિતિના અજયભાઈ ગામીત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 18000 સભાસદોને વર્ષોથી અન્યાય થયો હતો, જે માટે સતત લડત કરી રજૂઆતો કરી હતી, જે હાલ કાર્યવાહી કરવાની શરૂઆત કરતા એક સરાહનીય પગલું છે. કોપર સુગરમાં ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હતો, જે હવે સભાસદ બનતા આ સભાસદોનો ન્યાય મળશે એ જ સારી બાબત છે.




.png)